• Gujarati News
  • Amitabh Bchchan, Mika Singh, Sunny Leon, Vidndu Dara Singh, Shaan And Rajpal Yadav Attends Music Launch Of “Balwinder Singh Famous Ho Gaya”

બચ્ચનના પગે-સન્નીના ગળે પડ્યો મિકા, પત્ની સાથે આવ્યો વિંદુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી અમિતાભને પગે લાગી રહેલો મિકા, સની સાથે મિકા અને પત્નીને ચુંબન કરી રહેલો વિંદુ)
મુંબઈઃ ગઈકાલે(9 સપ્ટેમ્બર) 'બલવિંદરસિંહ ફેમસ હો ગયા'નું મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈની નોવોટેલ હોટલમાં યોજાયેલી આ ઈવેન્ટમાં બોલિવૂડ જગતની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. ફિલ્મનું મ્યૂઝિક મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાં અમિતાભ સિવાય મિકાસિંહ, શાન મુખર્જી, બોની કપૂર, રાજપાલ યાદવ, વિંદુ દારાસિંહ,ડિના ઉમારોવા, સની લિયોન, ડેનિયલ વેબર અને ગાબ્રેલા બર્ટાન્ટે સહિતની સેલિબ્રિટી આવી પહોંચી હતી.
આ ઈવેન્ટ રોચક વાત તો એ હતી કે, ગાયક મિકાસિંહે સની લિયોનને કિસ કરવાનો અને મેળવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતાં. આથી સની લિયોને મિકાની આ ઈચ્છા એર કિસ આપીને પુરી કરી હતી. જ્યારે વિંદુ પણ પત્ની ડિના ઉમારોવાને કિસ કરતો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો પહેલાં મિકાસિંહે એક પાર્ટીમાં રાખી સાવંતને જબરદસ્તીથી કિસ કરી લેતા ભારે વિવાદ થયો હતો.જોકે મિકા પર આ વાતની કોઈ અસર થઈ હોય તેમ આજે લાગતુ ન હતું.
સુનિલ અગ્નિહોત્રી નિર્દેશિત આ ફિલ્મમાં અનુપમ ખેર, ગાબ્રેલા, વિંદુ દારાસિંહ, અનુપમ ખેર અને અસરાની મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી 26મી સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.
'બલવિંદરસિંહ ફેમસ હો ગયા'ની મ્યૂઝિક લોન્ચ ઈવેન્ટની તસવીરો જોવા આગળ ક્લિક કરો