• Gujarati News
  • Amitabh Bachchan Pays Homage To Father Harivansh Rai Bachchan

હરિવંશરાય જિનિયસ હતા : અમિતાભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)

મુંબઇઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમના પિતા અને હિન્દી ભાષાના દેશના મહાન તેમ જ નામાંકિત કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનને ગુરુવારે તેમની 107મી જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બિગ-બીએ તેમના પિતાને એક યુનિક જિનિયસ ગણાવ્યા છે. અમિતાભ બચ્ચને તેમના પિતાની સાહિત્ય સફર વિશે પોતાના બ્લોગ પર ઘણી બધી માહિતી શેર કરી છે.
તેમની સૌથીવધુ પ્રસિદ્ધ રચના ‘મધુશાલા’ છે. ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લાના નાનકડા બાબુપટ્ટી ગામમાં 1907ની 27મી નવેમ્બરે હરિવંશરાયનો જન્મ થયો હતો. 96 વર્ષની વયે 2003ની 18મી જાન્યુઆરીએ તેમનું નિધન થયું હતું.
અમિતાભે પિતા હરિવંશરાય બચ્ચન વિશે પોતાના બ્લોગ પર લખ્યું છે કે તેમના પિતા એક યુનિક જિનિયસ...અસંખ્ય અક્ષરો, શબ્દો, વિચારો અને ઘણા બધા અજ્ઞાત કાર્યો કરનાર એક મહાન પુરુષ છે. હરિવંશરાય ભારે ગરીબીમાં જન્મ્યા અને ઉછર્યા હતા. તેમણે માસિક 20 રૂપિયામાં પણ ગુજારો કર્યો હતો અને એ વખતે તેમણે ભારતના સાહિત્યમાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે.
આગળ વાંચોઃ હરિવંશરાય પ્રશંસકોના દરેક પત્રનો જવાબ આપતા હતા, ઘણા પુરસ્કારો મળ્યા