• Gujarati News
  • Amitabh Bachchan Linked Up With Three Actresses In His Life

જયા સાથે લગ્નથી રેખા સાથેના પ્રેમ સુધી, બિગ બીના અફેર્સની વાતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમિતાભ અને જયા બચ્ચનના લગ્નની એક તસવીર)

મુંબઇ:
અમિતાભ બચ્ચન સાથે સફળતાની અનેક વાતો જોડાયેલી છે. ફિલ્મ્સમાં કામ મળવાથી લઇને સ્ટારડમ સુધી પહોંચવા અને દેવાદાર થયા પછી બોલિવૂડના મહાનાયક બનવા સુધી, તેમની વાતો હંમેશા ચર્ચામાં રહે છે.
ત્યાં જ, બિગ બીના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો એવો પણ છે, જે હંમેશા ચર્ચાય છે. તે છે તેમની અને રેખાની લવ-સ્ટોરી. જોકે, આ પહેલા તેઓ જયા સાથે લગ્ન કરી ચૂક્યાં હતાં.
ભણતી વખતે પહેલી વાર બિગ બીને મળ્યાં હતાં જયા
કહેવાય છે કે જયા બચ્ચન સાથે જ અમિતાભે તેમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મ્સ કરી છે. સાથે કામ કરતાં બન્નેને પ્રેમ થઇ ગયો અને જયા બચ્ચન રીલ લાઇફમાંથી નિકળી રિયલ લાઇફમાં પણ અમિતાભની નાયિકા બની ગયા. બન્નેની મુલાકાત ફિલ્મ્સમાં આવતાં પહેલા જ થઇ ગઇ હતી.
જ્યારે જયા પુણેમાં ફિલ્મનું ભણી રહ્યાં હતાં એ વખતે અમિતાભ બચ્ચન તેમની પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' માટે અહીં આવ્યાં હતાં. જયા તેમને ઓળખતાં હતાં. જયાની સહેલીઓ અમિતાભને લંબુ કહીને ચિડાવતી હતી. જયાના મનમાં એ વખતે અમિતાભ બચ્ચનની છબી, હરિવંશરાય બચ્ચનના સંસ્કારી અને સાદગી પસંદ પુત્રની હતી.
આગળ જુઓ, કઇ ઘટના પછી જયાના મનમાં જાગ્યો અમિતાભ માટે પ્રેમ...