• Gujarati News
  • Aditya Roy Kapoor And Parineeti Chopra On A Food Yatra For The Promotions Of Daawat e Ishq

પરિણીતીને ડ્રેસે મુકી મુશ્કેલીમાં, આદિ સાથે કંઈક આ રીતે કર્યું પ્રમોશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પરિણીતી ચોપરા અને આદિત્ય રોય કપૂર)
મુંબઈઃ આદિત્ય રોય કપૂર અને પરિણીતી તેની આગામી ફિલ્મ 'દાવત-એ-ઈશ્ક'નું પ્રમોશન કરવા માટે ફુડ યાત્રા કરશે. તાજેતરમાં બન્નેએ એક પત્રકાર પરિષદમાં આ ફુડ યાત્રાની જાહેરાત કરી હતી. આ દરમિયાન પરિણીતી રેડ આઉટફિટમાં જોવા મળી હતી, જોકે આ ડ્રેસમાં પરિણીતી કમ્ફર્ટેબલ ન હોય તેમ લાગી રહ્યું હતું. એકદમ સીધા સાદા લાગતા આ ડ્રેસમાં પણ પરિણીતી મુશ્કેલીમાં મુકાઈ હતી.

આ યાત્રા સાથે પ્રથમવાર કોઈ સ્ટાર્સ વિવિધ પ્રકારની ડિશની મજા લેવા પ્રવાસ કરશે. આ બન્ને સ્ટાર્સ મુંબઈથી ચંદીગઢ સુધી રોડ પર પ્રવાસ કરશે, અને જાણીતા રેસ્ટોરન્ટની મુલાકાત લેશે.
આ ફિલ્મની રીલિઝ તારીખ 19મી સપ્ટેમ્બર સુધી ખસેડવામાં આવતા મોટા ભાગના દર્શકો આશ્ચર્યમાં પડી ગયા હતાં.જોકે યશરાજ ફિલ્મ્સ પ્રોડકશને આ ફુડ યાત્રા માટે રીલિઝ તારીખ એક સપ્તાહ ખસેડી છે.
આ ફિલ્મના બન્ને સ્ટાર્સ આદિત્ય રોય કપૂર અને પરિણીતી ચોપરા ખાવાના શોખીન છે અને દેશભરમાં સ્વાદ ઓળખવાથી લઈ સ્વાદિષ્ટ ભોજન માણવા માટે રોમાંચિત છે.આ આ યાત્રા 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પરિણીતી અને આદિત્ય રોય કપૂરની તસવીરો જોવા આગળ ક્લિક કરો