તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

B'Day: ગુમનામીમાં જીવી રહ્યો છે પહેલો 'ઇન્ડિયન આઇડલ', લોકોએ કરી'તી ધોલાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: સિંગર અભિજીત સાવંત)
મુંબઇ: વર્ષ 2004માં 'ઇન્ડિયન આઇડલ'નો પહેલો વિનર બનેલો સિંગર અભિજીત સાવંત આજ કાલ ગુમનામીમાં જીવી રહ્યો છે. રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ'થી રાતો રાત પ્રસિદ્ધ બનેલો અભિજીત આજે પણ ઓળખ બનાવવા માટે બોલિવૂડમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. આજે અભિજીતનો જન્મ દિવસ છે. તેનો જન્મ મુંબઇમાં થયો હતો. 'ઇન્ડિયન આઇડલ'ના ફાઇનલમાં બંગાળના અમિત સાનાને હરાવીને વિનર બનેલા અભિજીતનું સ્ટારડમ વધારે દિવસ ન ટક્યું.
ફર્સ્ટ આલ્બમ
'ઈન્ડિયન આઇડલ' જીતતા જ 7 એપ્રિલ, 2005ના રોજ અભિજીતનો ફર્સ્ટ સોલો આલ્બમ 'આપ કા અભિજીત' સોનીએ રીલિઝ કર્યો હતો. આ આલ્મબમાંથી એક ગીત 'મોહબ્બતે લુટાઉંગા' લોકપ્રિય થયું હતું. આ પછી અભિજીત સાવંતના બીજા આલ્બમ 'જુનૂન-અભિજીત સાવંત' માંથી ટાઇટલ ટ્રેક 'જુનૂન' જ લોકો વચ્ચે લોકપ્રિય થયો હતો.

'નચ બલિએ'માં જોવા મળ્યો
અભિજીત અને તેની પત્ની શિલ્પા ડાન્સ રિયાલિટી શો 'નચ બલિએ' (સિઝન 4)માં પર્ફોમ કરી ચૂક્યાં છે. આ શોમાં તેઓ જજીસના તો ફેવરિટ હતાં, પણ લોકોએ તેમને નકાર્યાં હતાં. આ પછી અભિજીત એક સુપરફ્લોપ ફિલ્મ 'લોટરી'માં જોવા મળ્યો હતો.
સડક પર લોકોની ખાધી માર
નવેમ્બર 2010માં અભિજીત સાવંતને મુંબઇની સડક પર મિત્ર સોથે મોજ મસ્તી કરવી ભારે પડી. તેની મિત્ર અને સિંગર પ્રાજક્તા શુક્રેએ તેની કારથી એક સ્કૂટરને ટક્કર મારી હતી, આ પછી લોકોએ કારમાં સવાર અભિજીતને માર માર્યો હતો. ટક્કર માર્યા પછી હાજર લોકોએ તેમને રોકવા પ્રયાસ કર્યાં હતાં, આ વખતે અભિજીત લોકો સાથે બાખડી પડ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા લોકોએ અભિજીતને માર માર્યો હતો.
યુવા સેના માટે કરે છે કામ
આજે અભિજીત નાના-મોટા સ્ટેજ શો ઉપરાંત શિવસેનાની યુવા સેના માટે કામ કરે છે. અભિજીત યુવા સેના માટે શો દ્વારા ફંડ ભેગો કરે છે, સાથે જ યુવા સેનાનું પ્રચાર પણ કરે છે.
આગળ જુઓ, અભિજીત સાવંતની કેટલીક તસવીરો...