Pix: સ્ક્રિનિંગમાં પત્ની સાથે આવ્યો આમિર, ગ્લેમરસ અવતારમાં પહોંચી કંગના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે અને કંગના રાનોટ)
મુંબઇ: ગઇકાલે ડોક્યુમેન્ટ્રી 'આફ્ટર માય ગાર્ડન ગ્રોઝ'ની સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીવીઆર સિનેમામાં આયોજીત આ સ્ક્રિનિંગમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ સાથે નજરે પડ્યો હતો. ત્યાં જ, અભિનેત્રી કંગના રાનોટ, અભિનેતા અતુલ કુલકર્ણી, ઇમરાન ખાન અને તેની પત્ની, ફરહાન અખ્તર, ડિરેક્ટર વિક્ટર આચાર્ય અને તેમની પત્ની સહિતના બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 'આફ્ટર માય ગાર્ડન ગ્રોઝ' એક ઓસ્કર એવોર્ડ વિનિંગ અમેરિકી ડોક્યુમેન્ટ્રી છે, જે મેગન મીલને ડિરેક્ટ કરી છે. તે યુવતીઓના બાળ વિવાહ પર આધારિત છે.
આગળ જુઓ, સ્ક્રિનિંગમાં આવી પહોંચેલા સ્ટાર્સની તસવીરો...