તો શું કાર્તિકે ચિક્કાર દારૂ પીને અક્ષરાનો કર્યો અકસ્માત? મદદ ના કરતાં થયું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં અક્ષરા એટલે કે હિના ખાનનું અકસ્માતમાં અવસાન થઈ જાય છે. જોકે, આ અકસ્માત કાર્તિક(મોહસીન ખાન)એ દારૂના નશામાં કર્યો હોય છે. અલબત્ત, કાર્તિકે આ અકસ્માત અજાણતા જ કરી નાખ્યો હોય છે.
સિંઘાનિયા પરિવાર કાર્તિકને દોષિત જાહેર કરવા મથી રહ્યો છેઃ
કાર્તિકનો પરિવાર પોતાના દીકરાને નિર્દોષ સાબિત કરવા માટે મથી રહ્યો છે. તો સામે નાયરા અને તેનો પરિવાર કાર્તિકને દોષિત જાહેર કરવા મથી રહ્યો છે. કાર્તિક હોસ્પિટલમાંથી ભાગી જાય છે અને સિંઘનિયા પરિવારમાં આવે છે. તે અહીંયા આવીને જોવે છે કે નાયરા(શિવાંગી જોષી) રડી રડીને બેહાલ થઈ જાય છે અને તે તરત જ કાર્તિક પર આરોપ મૂકે છે કે તેણે અક્ષરાને મારી નાખે છે. નાયરાની વાત સાંભળીને કાર્તિકને ખ્યાલ નથી આવતો કે તેણે કઈ રીતે રિએક્ટ કરવું.
પોલીસની થાય છે એન્ટ્રીઃ
નૈતિક(વિશાલ સિંહ) અક્ષરાના મોતથી ઘણો જ દુઃખી છે. તે કાર્તિક પર ઘણો જ ગુસ્સે થાય છે. ત્યારે અચાનક જ પોલીસની એન્ટ્રી થાય છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...