તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્ષરાએ શો છોડતા ચાહકો આપી રહ્યાં છે ધમકીઓ, બોલ્યા, આત્મહત્યા કરી લઈશું...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવીની અક્ષરા એટલે કે હિના ખાન 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માંથી નીકળી ગયા બાદ ઘણી ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અક્ષરા(હિના) શોમાંથી નીકળી જતાં ચાહકો ઘણાં જ દુઃખી છે. આટલું જ નહીં ચાહકો આત્મહત્યા કરી લેશે, તેવી ધમકી આપી રહ્યાં છે. હિના ખાને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. હિનાએ કહ્યું હતું કે તેને ચાહકો તરફથી શો ના છોડવાની ધમકીભર્યા મેસેજ મળી રહ્યાં છે.

ફેન્સ આપી રહ્યાં છે પોતાને જાનથી મારી નાખવાની ધમકીઃ
હિનાએ કહ્યું હતું કે એક ચાહકે તેને પોતાનો વીડિયો મેસેજ મોકલીને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પહેલાં તેણે વિચાર્યું હતું કે તે આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરશે અને ચાહકોને આવી હરકતો ના કરવા અંગે અપીલ કરશે. કારણ કે તેને ખ્યાલ છે કે આ બધું ઘણું જ ખતરનાક છે. ઈચ્છતી ના હોવા છતાંય તમામને એમ લાગે છે કે આ બધા માટે તે જવાબદાર છે પણ વાસ્તવમાં એવું નથી. તેને ખ્યાલ છે કે છેલ્લાં આઠ વર્ષથી તે આ શો સાથે સંકળાયેલી છે અને ચાહકો તેને ઘણો જ પ્રેમ કરે છે. જોકે, પોતાની જાતને મારવી અને આ અંગે વિચારવું ખોટું છે.

શોમાં નહીં આવે પરતઃ
હિનાએ કહ્યું હતું કે થોડાં સમય પહેલાં તેને ડેન્ગ્યૂ અને કિડનીમાં પથરી થઈ હતી અને તેની તબિયત ઠીક ના હોવાને કારણે તે બ્રેક લેવા માંગતી હતી. આવામાં ચેનલ અને નિર્માતાએ તેને કેટલાંક દિવસનો બ્રેક લઈ બીજીવાર શોમાં પરત ફરવાની વાત કરી હતી. જોકે, તેને લાગે છે કે હવે તે આ શોથી કંટાળી ગઈ છે. સીરિયલમાં તેને દરેક પ્રકારના શૅડમાં બતાવી દેવામાં આવી છે. અક્ષરાનો રોલ પણ પૂરો થઈ ગયો છે. આથી જ હવે તે આ શોમાં ક્યારેય પરત ફરશે નહીં. હવે તે કંઈક અલગ અને ફ્રેશ કરવા માંગે છે. ટીવી પર તે ફરીવાર પરત ફરશે.

કરિયરના તમામ રસ્તા ખુલ્લા છેઃ
હિનાએ ફ્યૂચર પ્લાન અંગે કહ્યું હતું કે તે કોમેડી ટ્રાય કરી શકે છે. ટીવી પર તે તમામ વસ્તુ કરવા માંગે છે. તેને હવે લાગે છે કે તે કંઈક નવું કરે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં અક્ષરાની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...