• Gujarati News
  • Ye Hain Mohabbatein Divyanka Tripathi And Other Few Actors Cut The Cake

રમનના સેટ પર નખરા, સેલિબ્રેશનમાં ના રહ્યો હાજર, ઈશીમાએ કાપી કેક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ સેટ પર કલાકારો સાથે દિવ્યાંકા ત્રિપાઠી)
મુંબઈઃ 'યે હૈં મહોબ્બતે' સીરિયલે હાલમાં જ 500 એપિસોડ પૂર્ણ કર્યા હતાં અને સેટ પર કેક કટિંગ સેરેમની યોજવામાં આવી હતી. જોકે, કરન પટેલે આ સેલિબ્રેશનમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. દિવ્યાંકા આ સીરિયલમાં ઈશીમા અને કરન રમન ભલ્લાની ભૂમિકા ભજવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ માત્ર ફોર્માલિટી હતી. મીડિયાને એમ હતુ કે સીરિયલની તમામ સ્ટાર કાસ્ટ હાજર રહેશે. જોકે, બધાની નવાઈ વચ્ચે કરન પટેલને સેલિબ્રેશનમાં કોઈ રસ નહોતો. તે આવ્યો અને તેણે કેક પરની કેન્ડલ્સ પ્રગટાવી હતી અને પછી તે તરત જ ત્યાંથી નીકળી ગયો હતો. કરને કેક કાપવાની પણ તસ્દી લીધી નહોતી. અંતે, દિવ્યાંકા ત્રિપાઠી, અનિતા હંસદાની અને અન્ય કલાકારોએ કેક કાપી હતી અને પછી શૂટિંગ શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે કરન પટેલ પોતાના નખરાને કારણે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં બદનામ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરન પટેલ સેટ પર મોડો આવે છે, અંતિમ મિનિટે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરાવે છે. સેલિબ્રેશનમાં ભાગ ના લેવો તે પણ તેના નખરા જ છે.

તો બીજી બાજું દિવ્યાંકા ત્રિપાઠી સીરિયલના 500 એપિસોડ પૂરા થતાં ઘણી જ ખુશ થઈ હતી. તેણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે આ શો ચાલતો જ રહે. દર્શકોનો પ્રેમ આમ જ મળે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સીરિયલના સેટ પર કેક કટિંગ સેલિબ્રેશન....)