તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Weekend Ka Vaar In Bigg Boss House, Salman Khan Lashes Out At Karishma

બિગ બોસઃ કરિશ્માની હરકત પર સલ્લુ થયો ગુસ્સે, સંભળાવી ખરી ખોટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ સલમાન ખાન, ઈન્સેટમાં કરિશ્મા તન્ના)
મુંબઈઃ 'બિગ બોસ'ની આઠમી સિઝનમાં સલમાન અલગ જ મૂડમાં જોવા મળ્યો હતો. શનિવારના રોજ સલમાને કરિશ્માને ઘણું જ ખરું ખોટું સંભળાવી દીધું હતું. 'વીકએન્ડ કા વાર'માં સલમાન ખાને કરિશ્માની ઘણી જ ટિકા કરી હતી.

ગૌતમે ટાસ્ક દરમિયાન ભૂલથી કરિશ્માને ગાળો ભાંડી હતી. ગૌતમે પોતાની આ ભૂલ બદલ અનેકવાર માફી માંગી હતી અને આટલું જ નહીં તેણે પગ પણ પકડ્યા હતાં. જોકે, કરિશ્માએ આ વાતને લઈને ગૌતમને માફ કર્યો નહોતો. આટલું જ નહીં કરિશ્માએ ગૌતમને ડિસ્ક્વોલિફાઈ કરવાની માંગણી સતત ચાલુ રાખી હતી.

આ વાતને લઈને સલમાન અભિનેત્રી કરિશ્મા પર ઘણો જ ગુસ્સે થયો હતો. તેણે કહ્યુ હતુ કે કરિશ્માને કારણે ઘરના સભ્યોએ ગૌતમને સાઈડમાં કરી દીધો હતો. આટલું જ નહીં તેણે ગૌતમને જનતાની વચ્ચે હિરો બનાવી દીધો છે. સલમાને ઘરના સભ્યોને સવાલ કર્યો હતો કે કોને અત્યાર સુધી ગાળો આપવામાં આવી નથી અથવા તો કોણ અત્યાર સુધી ગાળો બોલ્યો નથી. તમામ સ્પર્ધકોના હાથ નીચા જ હતાં.

સલમાને કરિશ્માને આટલી નાની અમથી વાતને કારણ વગર ખેંચી હોવાનું કહે છે. સલમાને ગૌતમને પણ થોડી શિખામણ આપી હતી પરંતુ તે કરિશ્માને વર્તનને લઈને ઘણો જ નાખુશ જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન ડિઆન્દ્રાએ ગૌતમને થપ્પડ મારવાની ધમકી આપી દીધી હતી. ડિઆન્દ્રા અને ગૌતમ વચ્ચે શોની શરૂઆતમાં નિકટતા હતી પરંતુ પછી ધીમે ધીમે આ બંને વચ્ચેના સંબંધોમાં અંતર આવી ગયુ હતું. ડિઆન્દ્રાને વ્યૂરે સવાલ કર્યો હતો કે તેણે ગૌતમને દૂધમાંથી જેમ માખી નીકાળીને ફેંકી દેવામાં આવે તેમ તેણે ગૌતમને ફેંકી દીધો છે. જોકે, ડિઆન્દ્રાએ આનો બચાવ કર્યો હતો. ડિઆન્દ્રાને ગૌતમે ક્યારેય સાયકો હોય તેમ લાગે છે. તેના વર્તનથી તેને ઘણું જ ખરાબ લાગે છે અને તે ઘરમાંથી બહાર નીકળ્યા પહેલાં તેને થપ્પડ મારી દેશે.

આગળ ક્લિક કરીને જુઓ 'બિગ બોસ'ના ઘરની હલચલને તસવીરોમાં...