• Gujarati News
  • Vijay Singh Become Mallika’s Prince Charming In The Bachelorette India

મલ્લિકાએ પસંદ કરી લીધો મુરતીયો, બંધાઈ જશે લગ્નના બંધનમાં?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાંક મહિનાથી ટીવી પર 'ધ બેચલરેટ્ટ ઈન્ડિયાઃ મેરે ખ્યાલો કી મલ્લિકા' ચાલી રહ્યો છે. હવે આ શો પૂર્ણ થવામાં આવે છે. આ શોમાં વિજય સિંહ વિજેતા જાહેર થયો છે.

વિજય ધર્મશાળાનો છે અને તે મોડલ છે. મલ્લિકાએ વિજયને જ કિસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મલ્લિકાને પહેલેથી જ વિજય માટે કૂણી લાગણી હતી. વિજયે મલ્લિકાને તાજ મહેલમાં પ્રપોઝ કરી હતી. તેની આ સ્ટાઈલ પર મલ્લિકા ફિદા થઈ ગઈ હતી. શોમાં અનેકવાર વિજય તરફ મલ્લિકા આકર્ષિત થઈ હતી. મલ્લિકાને વિજય એ હદે ગમવા લાગ્યો હતો કે તેણે શોમાં તેને ચુંબન જ ચોડી દીધું હતું. વિજયે પોતાની મલ્લિકા માટે એક પર્ફેક્ટ ડિનર ડેટનુ આયોજન પણ કર્યુ હતું. હવે, વિજયે મલ્લિકાનું દિલ જીતી લીધું છે અને તે આ શોનો વિજેતા જાહેર થયો છે.

શરૂઆતમાં ચર્ચા હતી કે મોહિત રૈના જેવો લાગતો કરન સાગુ વિનર બનશે પરંતુ કરનને બદલે વિજયે મલ્લિકાનુ દિલ જીતી લીધું છે.

30 સ્પર્ધકોમાંથી મલ્લિકાએ વિજયને પસંદ કર્યો છે.

તસવીરોમાં ગ્રાન્ડ ફિનાલે અને મલ્લિકા-વિજયની નિકટતા....