Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » aman vermas controversy, career and personal life facts

ટીવી પરની આ હરકતથી બરબાદ થઈ કરિયર, 15 વર્ષ નાની 'બહેન' સાથે કર્યા છે લગ્ન

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 04:43 PM

'બાગબાન'માં તો 29 વર્ષીય અમન વર્માએ 20 વર્ષની દીકરીના પિતાનો રોલ કર્યો હતો

 • aman vermas controversy, career and personal life facts
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્ની વંદના લાલવાણી સાથે અમન વર્મા
  મુંબઈઃ ટીવી અને ફિલ્મ એક્ટર અમન વર્મા પણ રોનિત રોય અને અમિતાભ બચ્ચનની સાથે બર્થ ડે શેર કરે છે. 11 ઓક્ટોબરના રોજ જન્મેલો અમન આજે(11 ઓક્ટોબર)46 વર્ષનો થઈ ગયો છે. અમને ગત વર્ષે ટીવી એક્ટ્રેસ વંદના લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંનેએ ટીવી શો 'શપથ'માં ભાઈ-બહેનનો રોલ કર્યો હતો. આ સિવાય તે એક ટીવી ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં કાસ્ટિંગ કાઉચમાં સંડોવાયો હોવાની વાત સામે આવી હતી.
  1987માં શરૂ કરી હતી કરિયર
  તેમણે પોતાની કરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'પચપન ખંભે લાલ દીવાર' દ્વારા વર્ષ 1987માં કરી હતી.અમને અનેક ટીવી સીરિયલ્સમાં કામ કર્યા બાદ 'સંઘર્ષ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યો હતો. અમને ખરી ઓળખ એકતા કપૂરની સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુથી' દ્વારા મળી હતી. ત્યાર બાદ અમને અનેક સીરિયલમાં લીડ રોલ કર્યા હતા. પરંતુ ફિલ્મ્સમાં ક્યારેય લીડ રોલ મળ્યો નહીં.
  આગળની સ્લાઈડ્સમાં જાણો અમન વર્માની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની વધુ વાતો
 • aman vermas controversy, career and personal life facts
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  'બાગબાન'માં તો તેમણે 20 વર્ષની દીકરીના પિતાનો રોલ કર્યો હતો. આ સમયે અમનની ઉંમર માત્ર 29 વર્ષ જ હતી. અમને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મ કરવાનું તેને મોંઘુ પડ્યું હતું. આ ફિલ્મ બાદ તેને આ પ્રકારના જ રોલ મળવા લાગ્યા હતા, જે તેની કરિયર માટે યોગ્ય નહોતું.
 • aman vermas controversy, career and personal life facts
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  અમને કહ્યું હતું કે, આ ફિલ્મ કરવી તેની સૌથી મોટી ભૂલ હતી. ત્યાર બાદ તેની કરિયરનો લગભગ અંત આવી ગયો હતો. અમનનો એક રિયાલીટી શો 'ખુલજા સિમ સિમ' ખૂબ હિટ થયો હતો. વર્ષ 2005માં જ્યારે તેના પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લાગ્યા ત્યારે તેની કરિયર એકદમ ઠપ્પ થઈ ગઈ હતી. 
 • aman vermas controversy, career and personal life facts
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફ્રેન્ડ સાથે અમન
  એક પોપ્યુલર ન્યૂઝ ચેનલે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં અમન એક મોડલ સાથે કરિયરના બદલે સેક્સ્યુઅલ ફેવરની વાત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ટેલિકાસ્ટ પણ થયો હતો. આ કારણે અમનની ખૂબ બદનામી થઈ હતી અને તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. અમને પણ ચેનલ સામે કેસ કર્યો હતો.
 • aman vermas controversy, career and personal life facts
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્ની સાથે અમન વર્મા

  અમનનું કહેવું હતું કે, આ બધું કરીને ચેનલ તેને બ્લેકમેલ કરી રહી છે અને તેની પાસેથી પૈસા પડાવવા માગે છે. આ કાંડ બાદ અમનને 5 વર્ષ સુધી કામ મળ્યું નહોતું. હાલ મુદ્દો શાંત થઈ ગયો છે. અમને ગત વર્ષે ટીવી એક્ટ્રેસ વંદના લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. વંદના અમન કરતા ઉંમરમાં 15 વર્ષ નાની છે.
 • aman vermas controversy, career and personal life facts
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમને 2016માં વંદના લાલવાણી સાથે લગ્ન કર્યા હતા
  ઉલ્લેખનીય છે કે, વંદનાએ એક સીરિયલમાં અમનની બહેનનો રોલ કર્યો હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અમન અને વંદનાએ લગ્ન કર્યા હતા. અમને અને વંદનાના વેડિંગ રિસેપ્શનમાં કામ્યા પંજાબી, ડેલનાઝ, દિગંગના અને રેશમી ઘોષ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 • aman vermas controversy, career and personal life facts
  પત્ની વંદના સાથે અમન
  આ સીરિયલ્સ અને ફિલ્મ્સમાં કર્યું કામ
   
  અમન વર્માએ 'શાંતિ', 'સમંદર', 'રિશ્તે', 'સીઆઈડી', 'ઘરાના', 'ઔરત', 'દુશ્મન', 'કુમકુમ', 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', 'દો લફ્ઝો કી કહાની', 'દેવી', 'જસ્સી જૈસી કોઈ નહીં', 'કશિશ' જેવી સીરિયલમાં કામ કર્યુ છે. આ સિવાય અમને 'સંઘર્ષ', 'જાની દુશ્મન', 'અંદાજ', 'બાગબાન', 'બાબુલ', 'દેશદ્રોહી, 'લમ્હા' જેવી બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending