Ex બોયફ્રેન્ડ સાથે જોવા મળી આ TV એક્ટ્રેસ, સગાઇ પછી થયું હતું બ્રેકઅપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફરીવાર ઉપેન પટેલ સાથે જોવા મળી હતી. ગત વર્ષે ન્યૂઝ આવ્યા હતાં કે આ કપલ અલગ થઇ ચૂક્યું છે. પરંતુ તાજેતરમાં જ બન્ને બાંદ્રાના એક રેસ્ટોરાંમાં લંચ કરતા જોવા મળ્યાં હતાં. આ લંચ ડેટ પછી બન્નેના પેચઅપની ચર્ચા છે. નોંધનીય છે કે જ્યારે તેઓ રિલેશનશીપમાં હતાં ત્યારે બન્નેએ સગાઇ પણ કરી હતી.
 
 
મીડિયાને જોઇ અલગ થયા 'ઉપમા'
મીડિયાને જોઇને ઉપેન અને કરિશ્મા (ઉપમા) રેસ્ટોરાંથી બહાર અલગ થતાં જોવા મળ્યાં હતાં. કરિશ્મા અને ઉપેને બહાર આવીને એકબીજા સાથે વાત કરી ના હતી. બન્ને ત્યાંથી અલગ અલગ કારમાં જતાં જોવા મળ્યા હતાં.
 
આ શોથી શરૂ થઇ હતી લવસ્ટોરી
-કરિશ્મા બોલિવૂડ એક્ટર ઉપેન પટેલ સાથે ખૂબ સીરિયસ રિલેશનશિપમાં હતી
-બન્નેની મુલાકાત રિયાલિટી શો 'બિગ બોસ 8'થી થઇ હતી.
-'બિગ બોસ' પછી બન્નેએ સાથે ડાન્સ રિયાલિટી શો 'નચ બલિએ'માં ભાગ લીધો હતો.
- 'નચ બલિએ'ના સેટ પર ઉપેને કરિશ્માને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. ત્યારે બન્નેએ સગાઇ કરી હતી પરંતુ શો પછી બન્નેનું બ્રેકઅપ થયું હતું.
-કરિશ્મા અને ઉપેન સાથે સાથે ટીવી રિયાલિટી શો 'લવ સ્કુલ'ને પણ હોસ્ટ કરી ચૂક્યો છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ Photos.....
અન્ય સમાચારો પણ છે...