તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે 'બુઆ', આ કારણે છોડ્યો'તો કૃષ્ણાનો શો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ કોમેડી નાઇટ્સની ‘પિંકી બુઆ’ એટલે કે ઉપાસના સિંહ ફરી એકવાર કપિલની ટીમમાં પરત ફરી છે. રવિવારે તે પહેલી વાર 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળી હતી. તેણે આવતાની સાથે જ મજાકમાં કૃષ્ણાના શો પર નિશાન સાધ્યું હતું. તેના જણાવ્યાનુસાર તે ખોટી સોસાયટીમાં પહોંચી ગઇ હતી.
આવી રીતે સાધ્યું કૃષ્ણા પર નિશાન
-ઉપાસનાએ નસીમ વિક્કી સાથે કપિલના શોમાં એન્ટ્રી કરી હતી. કપિલે પહેલા તેની સામે જોયું હતું અને પછી આજુબાજુમાં જોતા કહ્યું કે,"લાગે છે કે તમે ખોટી સોસાયટીમાં આવ્યાં છો."
-જવાબમાં ઉપાસનાએ કૃષ્ણાના શો પર નિશાન સાધતાં કહ્યું હતું કે,"જી ખોટી સોસાયટીમાં તો હું ચાલી ગઇ હતી. હવે સાચી સોસાયટીમાં પરત ફરી છું."
-નોંધનીય છે કે કપિલ શર્માએ જ્યારે કલર્સ છોડ્યું ત્યારે ઉપાસનાને છોડીને બધા સભ્યો તેની સાથે હતાં. પરંતુ ઉપાસનાને કોન્ટ્રાક્ટને કારણે ત્યાં જ રહેવું પડ્યું હતું અને તે કૃષ્ણા-અભિષેકની ટીમનો ભાગ બની હતી.
-થોડા દિવસો પહેલા પ્રોડક્શન હાઉસ સાથેના વિવાદને કારણે ઉપાસનાએ કૃષ્ણાનો શો છોડ્યો છે.
સિદ્ધુ પણ પર સાધ્યું નિશાન
-ઉપાસનાએ મજાક-મજાકમાં નવજોત સિંહ સિદ્ધુ પર પણ નિશાન સાધ્યું હતું. હકીકતમાં થોડા દિવસો પહેલા જ નવજોત સિંહે બીજેપીના રાજ્યસભા પદથી રાજીનામું આપ્યું છે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે તેઓ ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
-આ જ વાતને ઉપાસનાએ કૃષ્ણાનો શો છોડીને કપિલની ટીમમાં આવવા સાથે જોડી હતી. તેણે કહ્યું,"શું છે સિદ્ધુજી કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ વાત તમે તો સારી રીતે જાણો છો."
-નોંધનીય છે કે થોડા સમયથી એવા પણ ન્યૂઝ છે કે સિદ્ધુ પણ કપિલ શર્માનો શો છોડી શકે છે પરંતુ હાલ આ મુદ્દે કશું સ્પષ્ટ નથી.
કપિલે પણ ઉડાવી કૃષ્ણાના શોની મજાક
-વાત-વાતમાં જ કપિલ શર્માએ કૃષ્ણાના શોની પણ મજાક ઉડાવી હતી.
-એક સીનમાં જ્યારે ઉપાસનાએ કપિલ શર્માને કહ્યું કે જે થયું તેને ભૂલી જાઓ. આ પર કપિલે જવાબ આપ્યો કે," આપણે શા માટે ભૂલી જઇએ. આપણું તો સારૂ ચાલે છે."
-નોંધનીય છે કે જ્યારથી કપિલનો શો ચાલુ થયો છે ત્યારથી કૃષ્ણાના શોની ટીઆરપી ઘટી ગઇ છે. અનેક વાર આ શોની જગ્યાએ જૂના એવોર્ડ્સ બતાવવામાં આવે છે.
શોમાં આવી હતી 'હેપ્પી ભાગ જાયેગી'ની ટીમ
-રવિવારના એપિસોડમાં અપકમિંગ ફિલ્મ 'હેપ્પી ભાગ જાયેગી'ની ટીમ પ્રમોશન માટે આવી હતી.
-આ દરમિયાન ડાયના પેન્ટી, અભય દેઓલ અને અલી ફઝલે કપિલની ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી.
-નોંધનીય છે કે ડિરેક્ટર મુદ્દસર અઝીઝ અને પ્રોડ્યુસર આનંદ એલ રાયની આ ફિલ્મ 19 ઓગસ્ટે રીલિઝ થશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, 'ધ કપિલ શર્મા' શોના રવિવારના એપિસોડના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો