'શ્રીમાન શ્રીમતી'નો આ જાડિયો યાદ છે? હવે 'CID'માં હોય છે દયા સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'શ્રીમાન શ્રીમતી'નો ચીંટુ યાદ છે? સીરિયલમાં ચીંટુ ઘણો જ તોફાની બતાવવામાં આવ્યો હતો. મા-બાપ તથા પડોશી વચ્ચેની લડાઈનો ચીંટુ ભરપૂર ફાયદો ઉઠવાતો હતો. આ પાત્રને અજય નાગરથે પ્લે કર્યું હતું.

વધતું વજન બન્યું મુસીબતઃ
'શ્રીમાન શ્રીમતી' બાદ અજય નાગરથે અનેક ટીવી શોમાં કામ કર્યું હતું. જોકે, થોડાં સમય બાદ જ તેનું વજન વધી ગયું હતું અને લોકો તેને જાડો કહીને બોલાવા લાગ્યા હતાં. જોકે, પછી તેણે પોતાનું વજન ઉતારવાનો ટ્રાય કર્યો હતો.

'સીઆઈડી'માં કરે છે કામઃ
અજય હાલમાં ટીવી સીરિયલ 'સીઆઈડી'માં કામ કરી રહ્યો છે. આ સિવાય શાહરૂખ-અનુષ્કાની 'હેરી મેટ સેજલ'માં પણ તે જોવા મળ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 'પરદેસ', 'યે હૈં જલવા', 'એક ઔર એક ગ્યારહ' તથા 'મિલેંગે મિલેંગે' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ અજય નાગરથની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...