તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણો કોનાથી દૂર રહેવા માટે કપિલ શર્માએ સાઈન કરી 110 કરોડની ડીલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કપિલ શર્મા આગામી ફિલ્મ 'ફિરંગી'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ આ વર્ષે કપિલ શર્મા કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવશે નહીં. કપિલે એક વર્ષ સુધી સ્ક્રિન પરથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેને એક જંગી રકમ આપવામાં આવી છે. હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ, સોની ચેનલે તેને સ્ક્રિન પરથી દૂર રહેવા માટે 'ધ કપિલ શર્મા શો' ડિસેમ્બર સુધી ચાલુ રાખવા માટે 110 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જેનો કપિલે સ્વીકાર કરી લીધો છે અને આ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. માત્ર સોની માટે કામ કરશે કપિલ
 
ડીલ ફાઈનલ થયા બાદ સોની ચેનલ સાથે કપિલનો કોન્ટ્રાક્ટ 31 ડિસેમ્બર 2017 સુધી આગળ વધી જશે. ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટ માટે કપિલે 110 કરોડ રૂપિયાની માગ કરી હતી. જેને લઈ મેકર્સે તેની આ ડીમાન્ડ માની તો લીધી છે, પણ એક શરત રાખી છે કે, તે એક વર્ષ સુધી માત્ર સોની માટે કામ કરશે. આ દરમિયાન તેને કોઈ ફિલ્મ કરવાની છૂટ રહેશે નહીં.
 
ફિલ્મનું શૂટિંગ નહીં કરે કપિલ
કપિલ આ પહેલા બોલિવૂડ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' અને 'કોમેડી નાઈટ્સ વીથ કપિલ'નું એક સાથે શૂટિંગ કરી ચૂક્યો છે. પરંતુ તેને કારણે શોના શૂટિંગમાં ખૂબ મુશ્કેલીઓ આવી હતી. એવામાં સોનીએ કપિલને માત્ર 'ધ કપિલ શર્મા શો' પર ધ્યાન આપવા માટે આ ડીલ ફાઈનલ કરવામાં આવી છે. જેથી તે ફિલ્મ 'ફિરંગી'ને બદલે શો પર ધ્યાન આપી શકે. આમ હવે આ ફિલ્મનું કામ આગળ વધે એવી શક્યતાઓ છે.
 
આગળની સ્લાઈડ્સમાં કપિલ શર્માના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો