તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TVના 'રામ-સીતા'એ કર્યાં'તાં છાનામાનાં લગ્ન, આટલાં વર્ષો સુધી છુપાવી રાખી વાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 'રામાયણ'ના રામ-સીતા એટલે કે ગુરમીત ચૌધરી તથા દેબિના ફરીવાર ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં જ ગુરમીતે પોતાના લગ્નની તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર જોતા ખ્યાલ આવે છે કે ગુરમીત અને દેબિનાએ પોતાના લગ્ન સિક્રેટ રાખ્યાં હતાં અને તેમના પેરેન્ટ્સને પણ આ અંગે જાણ નહોતી.

2006માં કર્યાં લગ્નઃ
ગુરમીત તથા દેબિનાએ 2006માં લગ્ન કર્યાં હતાં. બંનેએ આ જ વર્ષથી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પછી લગ્ન કરી લીધા હતાં. ગુરમીતે આ તસવીર શૅર કરતાં કહ્યું હતું, ''throwback to this crazy time when Debina and I ran away and got married Sathiya style #love #marriage 😬😬''

શૂટિંગ દરમિયાન મળી હતી દેબિનાઃ 
ગુરમીત અને તેની પત્ની દેબિના બનર્જી ટીવીના આઇડિયલ કપલ્સમાંના એક છે. બંન્નેએ રામાયણ સીરિયલમાં સાથે કામ કર્યુ હતું પરંતુ આ એકસાથે બંન્નેની પ્રથમ સીરિયલ નહોતી. ગુરમીત અને દેબિનાની મુલાકાત એક રીલાલિટી શોના સેટ પર વર્ષ 2004માં થઇ હતી. ત્યારબાદ બંન્નેએ તમિલ  ટીવી સીરિઝ ‘મયાવી’માં સાથે કામ કર્યુ હતું.
 
રિયાલિટી શોમાં કર્યું હતું પ્રપોઝઃ 

ગુરમીતે દેબિનાને રીયાલિટી શો ‘પતિ, પત્ની અને વો’ના શૂટિંગ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું. ત્યારબાદ વર્ષ 2011માં બંન્નેએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગુરમીત-દેબિનાનાં લગ્નની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો