Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » ronit roy childhood spent in ahmedabad

છ માસની દીકરી-પત્નીને તરછોડી દીધા'તાં આ અમદાવાદીએ, જાણો અંગત જીવન

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 12:06 AM

ટીવીનો જાણીતો એક્ટર રોનિત રોયનો 11 ઓક્ટોબરના રોજ 52મો જન્મદિવસ છે.

  • ronit roy childhood spent in ahmedabad
    ડાબે, પહેલી પત્નીથી થયેલ દીકરી ઓના સાથે, બીજી પત્ની તથા સંતાનો સાથે રોનિત
    મુંબઈઃ ટીવીનો જાણીતો એક્ટર રોનિત રોયનો 11 ઓક્ટોબરના રોજ 52મો જન્મદિવસ છે. રોનિત રોયની પ્રોફેશનલ લાઈફ અંગે તો ચાહકોને જાણ છે. જોકે, ચાહકોને રોનિત રોયના અંગત જીવન અંગેની માહિતી ભાગ્યે જ છે. રોનિત રોયે બે લગ્ન કર્યાં છે. બીજા લગ્ન વખતે રોનિતની પહેલી દીકરીની ઉંમર 13 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે રોનિત રોયે 'કસૌટી જિંદગી કી'માં મિસ્ટર બજાજની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાથી રોનિત ઘણો જ લોકપ્રિય થયો હતો.

    નાગપુરમાં જન્મઃ
    રોનિત રોયનો નાગપુરમાં 11 ઓક્ટોબર, 1965માં જન્મ થયો છે. રોનિતનો ભાઈ રોહિત રોય પણ બોલિવૂડ તથા ટીવીમાં કામ કરી રહ્યો છે. રોનિતના પિતા આયુષ સરકાર નાગપુરથી ગુજરાતમાં અમદાવાદમાં આવીને રહ્યાં હતાં. રોનિત તથા રોહિતે અમદાવાદમાં જ સ્કૂલ તથા કોલેજનો અભ્યાસ કર્યો છે. રોનિતે અમદાવાદમાંથી જ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. જોકે, રોનિતે બોલિવૂડમાં કરિયર બનાવવી હોવાથી તેણે મુંબઈની વાટ પકડી હતી. રોનિતની પહેલી ફિલ્મ 'જાન તેરે નામ' સુપરહિટ રહી હતી.

    ઓના માત્ર છ મહિનાની હતી ને રોનિત થયો પ્રથમ પત્નીથી અલગઃ

    રોનિતે કહ્યું હતું કે ઓના માત્ર છ મહિનાની હતી અને તે તેની પ્રથમ પત્નીથી અલગ થઈ ગયો હતો. ઓનાનો જન્મ 1991માં થયો હતો. તે માત્ર વર્ષમાં એક વાર થોડાં જ સમય પૂરતો દીકરીને મળી શકતો હતો. દીકરીને પૂરતો સમય ના આપ્યો તે વાત આજે પણ રોનિતને દુઃખ પહોંચાડે છે. તે પોતાની દીકરી ઓનાને ક્યારેય મોટી થતો જોઈ શક્યો નહીં. ઓનાને તે ક્યારેય પિતાનો પ્રેમ આપી શક્યો નહીં. જોકે, ઓના મોટી થતાં તે પરિપક્વ બની હતી અને હવે તેના સંબંધો પિતા રોનિત રોય સાથે સારા બન્યા છે. રોનિત તથા ઓના એકબીજા સાથે સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાત કરે છે. હાલમાં ઓના 24 વર્ષની થઈ ગઈ છે અને અમેરિકામાં રહે છે.

    (વાંચો, 2003માં રોનિતે કર્યાં હતાં બીજા લગ્ન...)
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending