તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'જેઠાલાલ'ની પત્ની હોવાનો દાવો કર્યો હતો 'સ્વીટી'એ, લાગે છે આટલી ગ્લેમરસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી સીરિયલ 'ઈશ્કબાઝ'માં હાલમાં અનિકાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી સુરભી ચંદાનાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું હતું. આ સીરિયલમાં તે જેઠાલાલની સેક્રેટરી બની હતી. 

પત્ની હોવાનો કર્યો હતો દાવોઃ
શરૂઆતમાં 'તારક મહેતા..'માં સુરભીએ જેઠાલાલ(દિલીપ જોષી)ની સેક્રેટરી સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું. પછી તેણે શોમાં જેઠાલાલની પત્ની હોવાનો પણ દાવો કર્યો હતો. 

કર્યું છે એમબીએઃ
સુરભી મુંબઈમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઈ છે. તેના સંબંધીઓ બધા દિલ્હીમાં રહે છે. પંજાબી પરિવારમાં જન્મેલી સુરભી મુંબઈમાં પવઈમાં મોમ એન્ડ ડેડ સાથે રહે છે. તેની મોટી બહેન પણ છે. સુરભીએ એમબીએ કર્યું છે અને પછી તે અર્થવ ગ્રૂપમાં કામ કરતી હતી. સુરભીએ વિવિધ ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરી હતી અને કેમેરાની પાછળ રહીને કામ કર્યું હતું. 

આમ થઈ ટીવી કરિયરની શરૂઆતઃ
શરૂઆતમાં સુરભીએ કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું. તેણે 'કૂબૂલ હૈં'માં બોલી તથા સાંભળી ના શકતી હયાનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય થયો હતો. ત્યારબાદ ફિલ્મ 'બોબી જાસૂસ'માં આમના ખાનનું પાત્ર ભજવ્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સુરભીની ગ્લેમરસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...