ચાર મહિનાનો થયો 'પ્રેરણા'નો દીકરો, પાપાની ગોદમાં જોવા મળ્યો રેયાંશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાનો રોલ કરીને જાણીતી બનેલી શ્વેતા તિવારીએ 27 નવેમ્બરના રોજ મુંબઈની સુર્યા કેર હોસ્પિટલમાં દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. આમ રેયાંશ હવે ચાર મહિનાનો થઈ ગયો છે. તે તેના બીજા પતિ અભિનવ કોહલી દ્વારા થયો છે. તાજેતરમાં શ્વેતાએ દીકરા રેયાંશનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં રેયાંશ પોતાના પાપા અભિનવની ગોદમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ રેયાંશ અને દીકરી પલકનો પણ એક ફોટો શેર કર્યો હતો. 21 વર્ષે પહેલીવાર બની હતી મા
 
શ્વેતા 21 વર્ષની ઉંમરમાં પહેલીવાર મા બની હતી. શ્વેતા તિવારીના પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં. તેને રાજા ચૌધરી દ્વારા 16 વર્ષની દીકરી પલક છે. 2007માં શ્વેતા અને રાજા 9 વર્ષના સંબંધોનો અંત લાવી સેપરેટ થયા હતાં. ડિવોર્સ 6 વર્ષ બાદ 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં.
 
આગળની સ્લાઈડ્સમાં શ્વેતા તિવારી અને તેના દીકરાના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...