અક્કી સાથેનો Sensational ફોટો કર્યો શૅર, હાલમાં કરે છે આ કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ 'આંખે' (1993)માં ગોવિંદાની સાથે લીડ રોલ કરનારી એક્ટ્રેસ રિતુ શિવપુરી હાલમાં ટીવી સીરિયલ 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂં 3'માં કામ કરી રહી છે. આ સીરિયલમાં તે એક્ટ્રેસ શિવાની તોમરની મોમ 'ઈન્દ્રાણી'નો રોલ ભજવી રહી છે. રિતુએ હાલમાં જ સોશ્યિલ મીડિયામાં ટોપલેસ ફોટો શૅર કર્યો હતો, જેમાં તે અક્ષયકુમાર સાથે જોવા મળે છે. ફોટો સાથે રિતુએ લખ્યું હતું, Akshay and me many many moons ago! રિતુએ જે ફોટો શૅર કર્યો છે, તે જાણીતા મેગેઝિન સિનેબ્લિટ્સઝનો છે. 

હાલમાં જ કરાવ્યું ફોટોશૂટઃ
'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ' પહેલાં જ રિતુએ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ તમામ ફોટોઝમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળ્યો હતો. તેણે ફોટોશૂટની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. એક ફોટોને કેપ્શન આપ્યું હતું, 'Wear the attitude not the outfit!'.

બીજીવાર જોવા મળી ટીવી પરઃ
રિતુ બીજીવાર ટીવી પર જોવા મળી રહી છે. આ પહેલાં તે અનિલ કપૂરની '24'ની સિઝન 2માં જોવા મળી હતી. 2006માં તે પંજાબી ફિલ્મ 'એક જિંદ એક જાન'માં જોવા મળી હતી. 

ફિલ્મ્સમાંથી બ્રેક લઈ જ્વેલરી ડિઝાઈન કરતીઃ
રિતુ ફિલ્મ્સમાંથી બ્રેક લઈને જ્વેલરી ડિઝાઈનર તરીકે કામ કરતી હતી. 2014માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કમબેકની વાત કરી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રિતુ શિવપુરીની ખાસ તસવીરો......)
અન્ય સમાચારો પણ છે...