તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ TV એક્ટ્રેસે પહેર્યું હતું શોર્ટ સ્કર્ટ, જાહેરમાં અજાણ્યાં શખ્સે કરી ગંદી હરકત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ પંખુડી અવસ્થી આજકાલ ચર્ચામાં છે. પંખુડી હાલમાં જ ટીવી સીરિયલ 'ક્યા કસૂર હૈં અમલા કા'મા જોવા મળશે. આ સીરિયલના પ્રમોશન દરમિયાન પંખુડીએ શોકિંગ ખુલાસો કર્યો હતો. પંખુડીએ કહ્યું હતું કે તેણે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું અને એક વ્યક્તિએ ત્યાં ખોટી રીતે સ્પર્શ કરતાં તેણે તમાચો મારી દીધો હતો.

બેંગલુરૂમાં બની ઘટનાઃ
પંખુડી પોતાના ફ્રેન્ડ્સ સાથે બેંગલુરૂ ગઈ હતી. આ સમયે તેણે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. ત્યાં અચાનક જ એક શખ્સ આવ્યો અને તેને ખોટી રીતે ટચ કરવા લાગ્યો હતો. શરૂઆતમાં તેણે ગાળો બોલીને તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સતત તેને ટીઝ કરતો હતો. આથી જ તેણે તે શખ્સને તમાચો ચોડી દીધો હતો અને તેને પોતાની જાત પર ગર્વ છે.

દિલ્હીમાં મેટ્રોનો કરતી ઉપયોગઃ
પંખુડીએ વધુમાં કહ્યું હતું કે તે દિલ્હીમાં કોલેજ આવવા-જવા માટે મેટ્રોનો ઉપયોગ કરતી હતી. તે સમયે તેની સાથે આવું અનેકવાર બનતું હતું. ત્યારે તેની નાની હોવાથી તેને ખ્યાલ નહોતો કે આ રીતની ઘટનાનો સામનો કેવી રીતે કરવો તે ખ્યાલ નહોતો. પહેલાં તેનામાં આ બધી ઘટનાનો સામનો કેવી રીતે કરવો તેની હિંમત નહોતી. 

શહેરો નથી સુરક્ષિતઃ
પંખુડીએ કહ્યું હતું કે તે દિલ્હી, ચંદીગઢ, નોઈડા, મુંબઈ બેંગલુરૂ જેવા શહેરોમાં રહેલી છે અને અન્ય શહેરમાં પણ ગી છે. જોકે, તે એટલું જ કહેશે કે શહેરો મહિલાઓ માટે સુરક્ષિત નથી. શહેરમાં રાત્રે મહિલા સુરક્ષિત હોતી નથી. કોઈ પણ ડર વગર રાત્રે બહાર નીકળતા પહેલાં એકવાર જરૂર વિચારવું પડે છે. 

'ક્યા કસૂર હૈં અમલા કા' છે તૂર્કિશ સીરિયલનું એડોપ્શનઃ
આ સીરિયલ તૂર્કિશ ટીવી શો 'ફતમાગુલ'માંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. આ સીરિયલ નિર્દોષ મહિલાઓ પર કેવી રીતે હિંસા કરવામાં આવે છે, તેની વાત કરે છે. આ રોલની તૈયારી માટે તે સાયકોલોજીસ્ટને મળી હતી અને સ્ત્રીઓ પર જ્યારે રૅપ થાય છે, ત્યારે તેમની માનસિક પરિસ્થિતિ કેવી હોય છે, તે સમજવાનો પ્રયાસ કર્યો હતો. 

એક્ટિંગ વર્કશોપમાં કરી હતીઃ
પંખુડીએ કહ્યું હતું કે તેણે પોતાના રોલ માટે એક્ટિંગ વર્કશોપ કરી હતી. હિમાચલ પ્રદેશની બોલી માટે સ્પેશ્યિલ ટ્રેનિંગ પણ લીધી હતી. વધુમાં પંખુડી પોતાના લુકથી નહીં પરંતુ પોતાની એક્ટિંગથી ઓળખાવવા માંગે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પંખુડીની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો