'અક્ષરા' જીમમાં પાડી રહી છે પરસેવો, શું નવા શોની કરી રહી છે તૈયારીઓ??

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'ની અક્ષરા એટલે કે હિના ખાને આ શો છોડી દીધો છે. હાલમાં હિના ખાને ટીવીમાંથી બ્રેક લીધો છે. હિના ખાન હાલમાં જીમમાં પરસેવો પાડી રહી છે. હિના ખાન હાલમાં પોતાના ફિટનેસ પર ધ્યાન આપી રહી છે અને મોટાભાગનો સમય જીમમાં જ પસાર કરે છે. હિના ખાન પોતાની ઉંમરના પાત્ર ભજવવા માંગે છે. હાલમાં તે સ્ક્રિપ્ટ વાંચે છે. 

ફિટનેસ પર આપે છે ધ્યાનઃ
હિના ખાને કહ્યું હતું કે ફિટ રહેવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તમારો ઓવર-ઓલ લુક પણ સારો દેખાય છે. ફિટનેસ તમને આખા બદલી નાખે છે. માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ વ્યક્તિ બદલાઈ જાય છે. હાલમાં તે પોતાના જીમ ટ્રેનર સાથે ફિટનેસ ફંડા પર ધ્યાન આપે છે. આ ઘણી જ લાંબી પ્રોસેસ છે પરંતુ તેનું રિઝલ્ટ સારું જ હોય છે. 
 
પ્રેમી સાથે જોવા મળી આ અંદાજમાં:
હાલમાં જ યોજાયેલ 'મોહ મોહ કે ધાગે'ની લોન્ચિંગ પાર્ટીમાં જોવા મળી હતી. અહીંયા તે પ્રેમી રોકી જયસ્વાલના હાથમાં હાથ નાખીને આવી હતી અને પોતાના સંબંધો જાહેર કર્યાં હોય તેમ લાગતું હતું. 

રોકીને પોતાના હાથે જમાડ્યોઃ
હિના ખાને પાર્ટીમાં રોકીને પોતાના હાથે જમાડ્યો હતો. આટલુ જ નહીં પાર્ટીમાં હાજર રહેલા મહેમાનો પણ આ બંને વચ્ચેનો પ્રેમ જોઈને ખુશ થી ગયા હતાં. બંને જ્યારથી પાર્ટીમાં એન્ટર થયા અને ગયા ત્યાં સુધી સતત સાથે ને સાથે જ રહ્યાં હતાં. મીડિયાને પણ શરમાયા વગર પોઝ આપ્યાં હતાં. 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જીમમાં પરસેવો પાડતી હિના ખાન તથા અન્ય તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...