તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TV સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીનાં 'બેસ્ટ ફ્રેન્ડ'નું નિધન, શોકમાં ગરકાવ 'ઈશિમા'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઉર્ફે ઈશિતા જેને પોતાના બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યા હતાં, તેવા પોતાના દાદાજીના નિધનથી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. 20 જુલાઈના રોજ દિવ્યાંકા પોતાના પતિ સાથે ભોપાલમાં દાદાના અંતિમસંસ્કારમાં હાજર રહી હતી.
દાદાના મોતથી લાગ્યો ધક્કોઃ
- દિવ્યાંકાનાં દાદા પૂર્ણાનંદનું 84 વર્ષની વયે ભોપાલમાં નિધન થયું હતું.
- દિવ્યાંકાએ કહ્યું હતું કે દિવાળી પર તેના દાદાજીએ તેને 1000 રૂપિયા આપ્યાં હતાં અને કહ્યું હતું કે હવે ઘરમાં એક મેમ્બર વધવો જોઈએ. આ વાત કહીને તે હસી પડ્યાં હતાં.
- દિવ્યાંકાના દાદા ઈચ્છતા હતા કે તેમની પૌત્રી લગ્ન કરી લે. દાદાજી હંમેશા વહેલા સૂઈ જતાં હતાં પરંતુ દિવાળીની રાતના 12 વાગ્યા સુધી તેની રાહ જોતા હતા. તે દિવસે તેમણે નવી ટી-શર્ટ પહેરી હતી.
- તેની એનસીસી યુનિફોર્મ જોઈને ખુશ થતા હતાં. તે તેમની બંદૂક પણ બતાવતાં હતાં.
- દાદાજી એમપી પોલીસમાં ડીએસપી હતાં. દિવ્યાંકાએ કહ્યું હતું કે તેઓ ડ્યૂટી પ્રત્યે ડેડિકેટેડ હતાં અને રવિવારે પણ રજા રાખતા નહીં
- દિવ્યાંકાના મતે, તેમના દાદાજી ઈચ્છતા હતા કે તે આર્મીમાં જાય. તેણે ગ્રેજ્યુએશન દાદાજીની મરજીના સબ્જેક્ટમાં જ કરી હતી.

દાદાજી ચાંદી કહીને બોલાવતાઃ
- ફોન પર દિવ્યાંકાએ રડતા રડતા કહ્યું હતું કે દાદાજીના કહેવાથી તેણે લગ્ન કર્યાં અને નવું જીવન શરૂ કર્યું.
- દાદાજીએ કહ્યું હતું કે એકમાંથી બે થઈ જાય.
- દિવ્યાંકાએ કહ્યું હતું કે દાદાજી તેને ચાંદી કહેતા હતાં. દાદાજી ઈમાનદાર, નિર્ભય, સિદ્ધાંતોના પાક્કા તથા ડિસિપ્લિન ઓફિસર હતાં.
- તેમના સિદ્ધાંતોને કારણે જ તે જીવનમાં અનુસાશન તથા સમયનું મહત્વ સમજી હતી. તે તેમની સાથે ફાયરિંગ કરવા જતી હતી. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી હતી.
- એનસીસીમાં પણ દાદાજીના કહેવાથી જોઈન કર્યું હતું. એનસીસીની ટફ અને ડિસિપ્લિન લાઈફે વિપરિત પરિસ્થિતિઓ સામે લડવું શીખવાડ્યું હતું.
- આ વાતો મુંબઈમાં સ્ટ્રગલ સમયે કામ આવી હતી.

લાંબા સમયથી બીમાર હતાં દિવ્યાંકાનાં દાદાજીઃ
- દિવ્યાંકાનાં દાદાજીને ગેલેન્ટ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
- દિવ્યાંકા પોતાના દાદાજીને બેસ્ટ ફ્રેન્ડ કહીને બોલાવતી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દિવ્યાંકાની પરિવાર સાથેની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો