તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નન્સીની અટકળો પર 'શગુન'એ કહ્યું- 'હા Good News એ છે કે...'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 'યે હૈ મહોબ્બતેં'થી શગુન તરીકે જાણીતી બનેલી અનિતા હસનંદાની પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ અચાનક જ તેનું વજન વધી જવું છે. જોકે અનિતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે તમામ અટકળોને બકવાસ ગણાવી. અનિતા મુજબ, તેનું વજન વધવાનું કારણ ડાયેટિંગ ન કરવું છે. શું કહ્યું અનિતાએ...
અનિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીના અહેવાલોનું ખંડન કર્યું. તેણે લખ્યું કે,''મને દરેક પબ્લિકેશનમાંથી ફોન આવી રહ્યા છે અને તમામ મને સવાલ પૂછી રહ્યા છે, શું ગૂડ ન્યૂઝ છે ''. હા ગૂડ ન્યૂઝ એ છે કે, હું ડાયેટિંગ પર નથી. હાલ ખૂબ પિત્ઝા, ચોકલેટ્સ, આઈસ્ક્રિમ્સ અને વાઈન્સ લઈ રહી છું. મારો ગ્લો એટલે વધ્યો કારણ કે મને પોતાનો હસબન્ડ સાથે પ્રેમ થઈ ગયો અને પ્રોમિસ આપું છું કે, પ્રેગ્નન્સીના સમાચાર તમને ખુશીથી જણાવીશ.'' હવે જોવાનું એ છે કે, આ પિત્ઝા-ચોકલેટ્સનો કમાલ છે કે પછી અનિતા કંઈક છુપાવી રહી છે.
2013માં કર્યા લગ્ન
'કાવ્યાંજલિ', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કસમ સે' અને 'યે હૈ મહોબ્બતેં' જેવી ટીવી સિરીયલ્સમાં કામ કરી ચૂકેલી અનિતાએ 14 ઓક્ટોબર 2013ના રોજ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તે એજાઝ ખાન સાથે રિલેશનશીપમાં રહી ચૂકી છે. સિરીયલ્સ સિવાય અનિતા 'બંધન', 'તાલ', 'કુછ તો હૈ', 'યે દિલ', 'ક્રિષ્ના કોટેજ', 'રાગિણી એમએમએસ 2' અને 'હીરો' જેવી ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે.
આગળની સ્લાઈડ્સમાં પતિ રોહિત સાથે અનિતા હસનંદાનીની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો