એક સમયે વેઈટર હતો આ એક્ટર, હવે આવી પડી છે માથે મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી શો 'જીત ગઈ તો પિયા મોરે'માં અધિરાજનો રોલ કરનારો એક્ટર કૃપ સૂરી હાલ પોતાની જિંદગીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ગત રાત્રે(4 ડિસેમ્બર)તેને છાતીમાં મુશ્કેલીઓ થતા તેના પર અચાનક જ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે હવે તેમાંથી તે ઝડપથી બહાર આવી રહ્યો છે અને આજે(5 ડિસેમ્બર) તે કાંદીવલી ફોનિક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો છે.

 

અચાનક જ છાતીમાં થવા લાગ્યું દર્દ

 

કૃપની સર્જરી અંગેની વાત જાણવા મળતા જ ફેન્સે તેને 'ગેટ વેલ સૂન' કાર્ડ અને શુભકામનાઓનો સંદેશ પણ મોકલ્યો. પોતાની છાતીની પરેશાની પર ધ્યાન આપ્યા વિના આ

એક્ટર દિવસ-રાત 'જીત ગઈ પિયા મોરે'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. આથી અચાનક જ તેને દર્દ થવા લાગતા ઓપરેશન સિવાય તેની પાસે કોઈ ઓપ્શન નહતો.

 

15 વર્ષની ઉંમરમાં કરાવતો ટ્યૂશન

આશા છે કે, WIFE સિમરનની દેખરેખ અને ફેન્સની શુભકામનાઓ બાદ કૃપ જલ્દી જ સેટ પર કમબેક કરશે. ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા આ કલાકારે ખૂબ ઠોકરો ખાધી છે. લગભગ 15 વર્ષની ઉંમરમાં ફેમિલી માટે તે પોતાનાથી ઓછી ઉંમરના ક્લાસના બાળકોને ટ્યૂશન પણ કરાવી ચૂક્યો છે.

 

કોલેજ કાળમાં કરતો વેઈટર તરીકે કામ

 

કોલેજ કાળ દરમિયાન ફી ભરી શકાય તે માટે તેણે વેઈટર તરીકે એક વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, 500 રૂપિયાના પ્રદીન હિસાબે તેણે લગ્નમાં ડાન્સ પણ કર્યો છે. થોડા દિવસ સુધી તેણે બસ કન્ડક્ટર તરીકે પણ કામ કર્યું.  

 

દૂર થયા સંઘર્ષના વાદળો

 

સંઘર્ષના વાદળો દૂર થતા કૃપે ચેનલ વીમાં પ્રસારિત થનારા શો 'સાડ્ડા હક'માં ડૉક્ટર વર્ધાનનો રોલ કર્યો. બાદમાં મહારાણા પ્રતાપમાં બાદશાહ અકબરની સાથે સાથે અમુક વધુ નેગેટિવ રોલ પણ કર્યા. 'કલશ'માં કૃપના રોલ માટે તેને અનેક ફેન્સ મળ્યા. ઉલ્લેખનીય છે કે, કૃપે 2014માં લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સિમરન કૌર સાથે લગ્ન કર્યા હતા.

 

આગળ જુઓ કૃપના અંગત ફોટોઝ

 

અન્ય સમાચારો પણ છે...