તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

40 વર્ષનો આ TV Actor 20 વર્ષ નાની Actress સાથે ફરશે ફેરા, જાણો કોણ છે એક્ટ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'સરસ્વતીચંદ્ર' એટલે કે ટીવી એક્ટર ગૌતમ રોડ આજકાલ ટીવી એક્ટ્રેસ પંખુરી અવસ્થીને ડેટ કરી રહ્યો છે. ચર્ચા છે કે આ બંને લગ્ન પણ કરવાના છે. ગૌતમ રોડ 40 વર્ષનો છે, જ્યારે પંખુરી અવસ્થી 20 વર્ષની છે. બંને વચ્ચે 20 વર્ષનો ફવાત છે. 

અહીંયા મળ્યાં હતાં બંનેઃ
ગૌતમ રોડ તથા પંખુરી ટીવી સીરિયલ 'સૂર્યપુત્ર કર્ણ'(2015-16)ના સેટ પર મળ્યાં હતાં. ડિસેમ્બર, 2015માં આ બંને વચ્ચેના અફેયર્સની ચર્ચા થઈ હતી. જોકે, આ બંનેએ પોતે સારા ફ્રેન્ડ્સ છે, તેમ કહ્યું હતું. 

પંખુરી મળી ગૌતમની માતાનેઃ
પંખુરી થોડાં સમય પહેલાં જ ગૌતમ રોડની માતાને મળી હતી અને બંનેના પરિવારને આ સંબંધ સામે કોઈ વાંધો જ નથી. આજકાલ બંને ફોન તથા ચેટિંગમાં જ સમય કાઢે છે. પંખુરી, ગૌતમ રહે છે કે તે ફ્લેટની નજીક રહેવા આવી ગઈ છે.

આમની સાથે જોડાયું છે ગૌતમનું નામઃ
પંખુરી પહેલાં ગૌતમનું નામ ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ તથા શ્રદ્ધા આર્ય સાથે જોડાઈ ચૂક્યું છે. 

કોણ છે પંખુરીઃ
પંખુરીનો જન્મ લખનઉમાં થયો છે અને તે દિલ્હીમાં ઉછરેલી છે. તેણે અભ્યાસ પણ દિલ્હીમાં જ કર્યો છે. તેણે ‘રઝિયા સુલ્તાન’ સિવાય ‘યે હૈ આશિકી’ અને ‘ફના’માં પણ કામ કર્યું છે. 'સૂર્યપુત્ર કર્ણ'માં પંખુરીએ દ્રૌપદીનો રોલ કર્યો હતો. 

કોણ છે ગૌતમ રોડઃ
દિલ્હીમાં 14 ઓગસ્ટ, 1977માં જન્મેલો ગૌતમ રોડ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયો હતો. મુંબઈમાં ગૌતમ રોડે અનેક આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે. રોડના પિતા રિટાયર્ડ બ્રોકર છે, જ્યારે તેની માતા જ્વેલરી ડિઝાઈનર છે. ગૌતમની મોટી બહેન રશ્મી છે. ગૌતમ 'સરસ્વતીચંદ્ર'માં સરસ્વતીચંદ્ર વ્યાસની ભૂમિકા ભજવીને જાણીતો બન્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગૌતમ તથા પંખુરીની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...