તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બમ્પર નર્સે' શૅર કરી ધમાકેદાર ટ્વિટ, કપિલ શર્માના ચાહકો જાણીને થશે ખુશ-ખુશાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ સુનિલ ગ્રોવર સાથેના વિવાદ પછી કપિલ શર્માની માઠી દશા બેઠી હતી. અલી અસગર, સુગંધા મિશ્રા, ચંદન પ્રભાકર એમ એક પછી એક કો-સ્ટાર્સે 'ધ કપિલ શર્મા' શો છોડ્યા પછી તેની અસર ટીઆરપી પર પણ જોવા મળી હતી.જોકે, હવે આ શો ધીમે ધીમે ફરી ટ્રેક પર આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. BARC (બ્રોડકાસ્ટ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)ના તાજેતરના રિપોર્ટ અનુસાર ' ધ કપિલ શર્મા' શોએ ફરી ટોપ 5માં સ્થાન જમાવ્યું છે. શોમાં બમ્પર નર્સ તેમજ વિવિધ પ્રકારના કેરેક્ટરમાં જોવા મળતા કિકુ શારદાએ ફેન્સ સાથે આ ખુશખબર શૅર કરી હતી.
 
કિકુ શારદાએ માન્યો ફેન્સનો આભાર
-'ધ કપિલ શર્મા શો'ના ટીમ મેમ્બર કિકુ શારદાએ ટ્વિટ કરીને ફેન્સનો આભાર માનતા લખ્યું હતું કે,"Back to top 5 Hindi shows of the country #TKSS @SonyTV 🙏🏻thanks for all the love doston. We love to entertain and will continue to do so.🤗😘"
-નોંધનીય છે કે ગત અઠવાડિયે કપિલની તબીયત સારી ના હોવાના કારણે જૂના એપિસોડ ઓનએર કરાયાં હતાં. જોકે, કપિલ શર્માને હવે એ વાતથી થોડી રાહત રહેશે કે તેના શોએ ફરી ટોપ-5માં સ્થાન મેળવ્યું છે.
 
આગળની સ્લાઇડમાં ક્લિક કરી જાણો કયા શોને મળ્યું પહેલું સ્થાન....
અન્ય સમાચારો પણ છે...