• Gujarati News
  • The Big B’s Screen Beta Beti Are Real Life Siblings Too

અમિતાભની પુત્રીને ગમે છે તેનો સાવકો ભાઈ,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ આહના અને પવેલ)
મુંબઈઃ અમિતાભ બચ્ચને ટીવી સીરિયલ 'યુદ્ધ'માં બે લગ્ન કર્યા હોય છે અને આ બંને લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર અને એક પુત્રી હોય છે. અલબત્ત, આ બંને ભાઈ-બહેન વાસ્તવિક જીવનમાં પણ ભાઈ બહેન જેવા છે.

અમિતાભની પુત્રીની ભૂમિકા ભજવતી આહના કુમરાએ કહ્યું હતું કે તે પવેલની ઘણી જ નિકટ છે. જ્યારે પવેલ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો ત્યારે તે તેની પહેલી મિત્ર બની હતી. બંનેએ સાથે અભ્યાસ કર્યો છે અને બંને એકબીજા પર નિર્ભર છે. આહના આગળ જણાવે છે કે તે માત્ર પવેલ જ નહીં પરંતુ તેના પરિવારની પણ નિકટ છે. આહના જ્યારે પણ દિલ્હી જાય છે ત્યારે તે પવેલના ઘરે જ રોકાતી હોય છે.

આહના પોતાના સગા ભાઈની જેમ જ પવેલને પણ રાખડી બાંધે છે. પવેલ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તે જ એકમાત્ર તેની મિત્ર હતી અને તેથી જ બંને એકબીજાનું ધ્યાન રાખતા હતાં.

પવેલ અને આહનાએ આ પહેલાં સ્ટેજમાં સાથે કામ કર્યું છે અને હવે આ બંનેએ ટીવીમાં કામ કર્યું છે. બંને ભાઈ-બહેનની જેમ ઝઘડતા જોવા મળે છે. આ સીરિયલને કારણે તેઓ એકબીજાની નિકટ આવી ગયા છે.

થોડાં સમય પહેલાં જ પવેલને 103 ડિગ્રી તાવ હતો અને તેમ છતાંય તે વિરારમાં શૂટિંગ કરતો હતો. જોકે, પછી તે શૂટિંગ કેન્સલ કરીને ઘરે આવી ગયો હતો. આહના ભવિષ્યમાં પણ પવેલ સાથે કામ કરવાની ઈચ્છા છે.
(આગળ જુઓ આહના અને પવેલનું બોન્ડિંગ તસવીરોમાં...)