• Gujarati News
  • Tarak Mehta Ka Ooltah Chashmah’ Team Will Fly To Hong Kong On 7th June

હોંગ કોંગમાં મસ્તી કરશે જેઠાલાલ-બબીતા, ઐય્યરને થશે ઈર્ષ્યા?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ હોંગકોંગ જવા માટે તૈયાર છે. સાતમી જૂનના રોજ સીરિયલના કલાકારો હોંગ કોંગ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીરિયલના નિર્માતાએ હોંગકોંગમાં એક સ્પેશ્યિલ સિક્વન્સ શૂટ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હોંગ કોંગમાં 4-5 દિવસ સુધી શૂટિંગ કરવામાં આવશે. જો બધુ સમુસુતરું પાર પડશે તો ટીમ 12મી જૂનના રોજ ભારત પરત ફરશે. ચર્ચા છે કે હોંગ કોંગમાં આવેલા ડિઝની લેન્ડના પ્રમોશન અર્થે ટીમ અહીંયા જાય છે.
હાલમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને ટપુસેનાને બહાર લઈ જવા માટે આ સ્પેશ્યલ સિક્વન્સ શૂટ કરવામાં આવી છે. આટલું જ નહીં આ ક્રિકેટના માહોલમાં ગોકુલધામમાં જીપીએલ (ગોકુલધામ પ્રીમિયમ લીગ)ની સિઝન ત્રણ શરૂ થશે.
હોંગકોંગમાં જેઠાલાલ તથા બબીતાજીની કેમેસ્ટ્રી જોવાની દર્શકોને ઉત્સુકતા અત્યારથી જ છે તેમ લાગી રહ્યું છે.
તસવીરોમાં જુઓ કેવી રીતે શૂટિંગ થાય છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું.....