તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'દિયા ઔર બાતી 2...'માં નહીં જોવા મળે દીપિકા, આ એક્ટ્રેસ બનશે 'સંધ્યા બિંદની'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ તાજેતરમાં 'દિયા ઔર બાતી હમ'ના છેલ્લા એપિસોડનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જોકે ટૂંક સમયમાં જ આ શોની બીજી સીઝન પ્રસારિત થશે. પરંતુ આ વખતે સંધ્યા બિંદની(દીપિકાસિંહા) અને સૂરજ રાઠી(અનસ રાશિદ)ની જગ્યાએ નવા ચહેરાઓ જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા અને અનસ બીજી સીઝનમાં જોવા મળશે નહીં. જ્યારે આ સિવાયના તમામ સ્ટાર્સ નીલુ વાઘેલા(ભાભો), કનિકા મહેશ્વરી(મીનાક્ષી) અને કરણ ગોડવાણી(વિક્રમ) રોલની ડીમાન્ડ આધારે ફરીવાર જોવા મળે એવી સંભાવના છે. કોણ કરશે 'સંધ્યા બિંદની' અને 'સૂરજ'ને રિપ્લેસ
રિપોર્ટ્સ મુજબ, દીપિકાની જગ્યાએ નીતિ ટેલર 'દિયા ઔર બાતી હમ 2'ની લીડ એક્ટ્રેસ બનશે. નીતિને લોકો 'પ્યાર કા બંધન', 'ગુલાલ', 'કૈસી યે યારિયા' અને 'યે હૈ આશિકી' જેવા શોઝમાં જોવા મળી ચૂકી છે. તે અમુક તેલુગુ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. વર્ષ 2015માં ઈસ્ટર્ન આઈ મેગેઝિને તેને સેક્સિએસ્ટ એશિયન ન્યૂકમર તરીકે પસંદ કરી હતી. તે મેગેઝિનના કવરપેજ પર જોવા મળી હતી. જ્યારે અનસ રાઠીનો રોલ ઈકબાલ ખાનને મળી શકે છે. જોકે એક ચર્ચા મુજબ, આ રોલ માટે શર્મન જોશી અને સોનુ સૂદ સાથે પણ વાત કરવામાં આવી છે.
આગળની સ્લાઈડ્સમાં નીતિ ટેલરની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો