તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરે છે 'પ્રેરણા', પહેલેથી છે 15 વર્ષની દીકરીની મા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાના એટલે કે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેની એક તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ અભિનવ કોહલીના હાથમાં હાથ નાંખી ચાલતી જોવા મળે છે. આ દરમિયાન તે પિંક કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી.
ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરે છે પ્રેગ્નન્સી
ફ્રેન્ડ વૈષ્ણવી ધનરાજ અને વિભા આનંદ સાથે ચિલ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે, આ ફોટોઝમાં શ્વેતા બેબી બમ્પ બતાવતી જોવા મળી રહી છે. તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમય પહેલા જ સમાચાર આવી ગયા છે, પણ તેનો બેબી બમ્પ પહેલીવાર સ્પષ્ટ જોવા મળ્યો છે.
પહેલા લગ્ન દ્વારા શ્વેતા બની હતી એક દીકરીની મા
શ્વેતા 21 વર્ષની ઉંમરે પહેલીવાર મા બની હતી. પહેલા પતિ રાજા ચૌધરી દ્વારા થયેલી શ્વેતાની દીકરી પલક હાલ 15 વર્ષની છે. વર્ષ 2007માં શ્વેતાએ રાજા સાથે પોતાના 9 વર્ષ જુના સંબંધોનો અંત લાવી દીધો હતો. છૂટાછેડાના 6 વર્ષ બાદ તેણે 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કરી લીધા. આ પહેલા તે એકબીજાને ત્રણ વર્ષથી ડેટ કરતા હતા.
છેલ્લે 'બેગુસરાય'માં જોવા મળી હતી શ્વેતા
શ્વેતા ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાના રોલથી ઘરે ઘરે જાણીતી બની ગઈ હતી. આ સિવાય તેણે નાગિન, સજન રે જુઠ મત બોલો, પરવરિશ અને બાલવીર જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. શ્વેતા છેલ્લે 'બેગુસરાય' શોમાં જોવા મળી હતી.
આગળની સ્લાઈડ્સમાં પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહેલી શ્વેતા તિવારીની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો