સેક્સ્યુલ હેરસમેન્ટ કેસઃ હવે 'અનિતા ભાભી' પર ભડકી 'અંગુરી', જાણો શું કહ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'ભાભીજી ઘર પર હૈ'ના પ્રોડ્યુસર પર સેક્સ્યુલ હેરસમેન્ટનો આરોપ લાગ્યા બાદ શિલ્પા શિંદે હવે સૌમ્યા ટંડન પર ભડકી છે. શોમાં અનિતા ભાભીનો રોલ કરી રહેલી સૌમ્યાએ કહ્યું હતું કે, તે શિલ્પા સાથે થયેલા સેક્સ્યુલ હેરસમેન્ટ અંગે કંઈ જાણતી નથી. તેને લઈ શિલ્પાએ તેને નિશાન બનાવી કહ્યું છે કે, ''મારે સૌમ્યાની જરૂર નથી, તમામ જાણે છે કે તે કેવી છે?ખુશ છું કે હું 'ભાભીજી...'ની ખરાબ ટીમથી અલગ થઈ ગઈ. '' સૌમ્યા બોલી-મેં પોતે આ અંગે સૌમ્યાને કરી હતી વાત
 
શોમાં અંગુરી ભાભીનો રોલ કરી ચૂકેલી શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે,''મેં મારી અસમંજસ સૌમ્યા સાથે શેર કરી હતી. મેં કહ્યું હતું કે, સંજય કોહલી(પ્રોડ્યુસર)મારી સાથે ગંદી વાતો કરે છે. કહે છે કે, હું તેનો ખ્યાલ રાખું અને તે મારો ખ્યાલ રાખશે. '' માત્ર એટલું જ નહીં, સૌમ્યા જણાવે છે કે, તેના બે દિવસ બાદ સંજયની પત્ની અને શોની કો-પ્રોડ્યુસર બિનૈફર કોહલીનો ફોન આવ્યો અને શોમાંથી બહાર કરવાની ધમકી આપવા લાગી. શિલ્પા મુજબ, બિનૈફરે તેને કહ્યું કે, તે આ પ્રકારની વાતો કેમ કરી રહી છે. તેને શોમાંથી કાઢવામાં બે મિનિટ પણ લાગશે નહીં. ('અંગુરી ભાભી' બોલી-પ્રોડ્યુસરે કરી સેક્સની ડિમાન્ડ, ભડકેલી પત્નીએ આવું કહ્યું)
 
આગળની સ્લાઈડ્સમાં સૌમ્યા ટંડનના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...