• Gujarati News
  • Shilpa Shetty And Harman Baweja On The Set Of Boogie Woogie

હરમન-શિલ્પાએ 'બૂગી વૂગી'ના સેટ પર કર્યું 'ઢીશ્કીયાઉં'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટી 'બૂગી વૂગી'ના સેટ પર જોવા મળી હતી. તે આ શોમાં આગામી ફિલ્મ 'ઢીશ્કીયાઉં'નું પ્રમોશન કરવા પહોંચી હતી. તેની સાથે આ ફિલ્મનો મુખ્ય અભિનેતા હરમન પણ જોવા મળ્યો હતો.
સનમજીતસિંહ તલવાર નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાએ ઈરોઝ ઈન્ટરનેશનલ સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં હરમન સાથે સન્ની દેઓલ, આયેશા ખન્ના, પ્રશાંત નારાયણ અને આદિત્ય પંચોલી પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.
આ ફિલ્મમાં શિલ્પા એક આઈટમ નંબરમાં જોવા મળશે. 'બૂગી વૂગી'ના સેટ પર હરમન અને શિલ્પાએ ત્રણ જજીસ નાવેદ જાફરી, જાવેદ જાફરી અને રવિ બહલ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતાં.
શિલ્પા અને હરમનની તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો