ઝલક દિખલા જા રિલોડેડ: રિહર્સલ દરમિયાન તૂટ્યું શમિતા શેટ્ટીનું નાક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઇજા પછી હોસ્પિટલમાં શમિતા શેટ્ટી)
મુંબઇ: અગાઉ સમાચાર આવ્યા હતા કે ટીવી અભિનેત્રી સનાયા ઇરાની ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલા જા રિલોડેડ'ની શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ હતી. હવે આ શોમાં અભિનેત્રી શમિતા શેટ્ટીની ઇજા પહોંચવાના સમાચાર સામે આવ્યા છે. શોમાં પર્ફોમન્સનું રિહર્સલ કરતી વખતે શમિતાને નાકમાં ઇજા પહોંચી હતી.
સૂત્રો અનુસાર, "શમિતા આગામી એપિસોડ માટે રિહર્સલ કરી રહી હતી. આ દરમિયાન આ ઘટના ઘટી હતી અને તેને નાક પર ઇજા પહોંચી હતી. તરત જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં તેને ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી તે રિહર્સલ નથી કરી રહી."
ઉલ્લેખનીય છે કે, 36 વર્ષીય શમિતા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે. વર્ષ 2009માં 'બિગ બોસ'માં જોવા મળેલી શમિતા 'ઝલક..' દ્વારા લાંબા સમય પછી નાના પડદે પરત ફરી છે.
અન્ય સમાચારો પણ છે...