• Gujarati News
  • Satyamev Jayate 2, Issue Of Police And Political Interference

સત્યમેવ જયતે: પોલીસની મુશ્કેલી અને રાજકીય ચંચુપાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'સત્યમેવ જયતે'ની બીજી સીઝનના પ્રથમ એપિસોડમાં ભારતમાં વકરી રહેલા બળાત્કારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે આજે પ્રસારિત થઈ રહેલા બીજા એપિસોડમાં આમિર ખાને દર્શકોને બદલાવ માટે સવાલ કર્યો હતો. જેમાં ભ્રષ્ટાચારને નાથવા માટેની ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ પોલીસની જવાબદારીઓ અંગે સવાલો કરવામાં આવ્યો હતો.
આ એપિસોડ પોલીસ તંત્ર અને તેની મુશ્કેલીથી લઈને જવાબદારીઓ પર આધારિત છે.આ સવાલના જવાબમાં પોલીસ લાંચ લઈને કામ કરતી હોવાની વાત કરવામાં આવી હતી. તો કોઈએ પોલીસને ગુંડા કક્ષાની ગણાવી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કાયદો અને વ્યવસ્થા સંભાળતી વખતે પોલીસ કેવા કેવા અત્યાચારો કરે છે.તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આમિર ખાને પોલીસ સુધારનો ઉકેલ લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ શોની ટીમ સમગ્ર દેશમાં કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી હતી.
15,000-20,000 ચોકીઓ તંબુમાં કામ કરે છે
આજે ઉત્તરપ્રદેશના આઈપીએસ અધિકારી અભિનવ કુમાર આ શોમાં આવ્યા હતાં. તેમણે પોલીસની મુશ્કેલીઓ ગણાવી હતી. જેમાં ટ્રેનિંગ, ભરતી, 15,000-20000 ચોકીઓ તંબુમાં ચાલે છે. છે.એક પોલીસ સ્ટેશનમાં હથિયારો, ગાડી માટે પેટ્રોલ, અપૂરતો સ્ટાફ, 15 થી 20 લિટર પેટ્રોલ ડિઝલ એક સપ્તાહમાં મળે છે.
રાજકીય ચંચુપાત અને પોલીસની આર્થિક મુશ્કેલીઓ અને 24 કલાક ફરજ અંગે પોલીસ અધિકારીઓ કરેલી વાત અંગે જાણવા આ તસવીરો બદલો