તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Salman Khan Weekend Ka War With Salman Khan In Bigg Boss

Bigg Boss Analysis: ગૌતમ બન્યો હિરો-કરિશ્મા વિલન, ઘરમાં વધશે તણાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, સલમાન ખાન, ગૌતમ-પ્રિતમ, કરિશ્મા)
મુંબઈઃ આ વખતે 'બિગ બોસ'ના વીકએન્ડમાં દર્શકોને ઘણી મજા આવી હતી. સલમાને પોતાના મસ્તીભર્યા અંદાજમાં ઘરના સભ્યોની ક્લાસ લીધી હતી. સુકીર્તિ શોમાંથી આઉટ થઈ ગઈ છે અને જતા જતા તેણે પ્રણિતને ગુલામીમાંથી બચાવીને પ્રિતમને નવો ગુલામ બનાવ્યો છે. સુકીર્તિ અને ગૌતમના સંબંધોમાં કોઈ ફેર પડ્યો નથી. સૌથી વધારે મજા પુનીત ઈસ્સારના ઢીંકચાક ડાન્સમાં આવી હતી. આજના એપિસોડ માટે અમારા તરફથી ચાર સ્ટાર....

સલમાનની મસ્તીઃ શનિવારના રોજ સલમાને કરિશ્મા અને ગૌતમની ક્લાસ લીધી હતી. રવિવાર પણ સલમાન હળવા મૂડમાં જોવા મળ્યો હતો. સલમાને નતાશાને બૂમો પાડવાનું કહ્યું તો ગૌતમને તરત જ અટકાવીને એ પણ જણાવી દીધું કે તે હિરો બની શકે તેમ નથી. આટલું જ નહીં નતાશા પાસે હિંદીમાં ગીત ગવડાવ્યું હતું.

એન્ડી અને કામ્યાઃ શોમાં દર અઠવાડિયે કોઈને કોઈ ટ્વિસ્ટ જોવા મળે છે. સ્પેશ્યિલ પેનલમાં આ વખતે કામ્યા અને એન્ડીને લાવવામાં આવ્યા હતાં. આ બંનેએ સ્પર્ધકોને સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ એવી રીતે પર્ફોમ કરી રહ્યાં છે, જાણે એકબીજાને ઓળખતા પણ નથી. આટલું જ નહીં કામ્યાએ ગૌતમને ગાળો આપવા બદલ ધમકાવ્યો હતો અને કરિશ્માને પણ સલાહ આપી હતી. કામ્યાએ કરિશ્માને કહ્યુ હતુ કે તેણે ગૌતમને હિરો બનાવ્યો છે. એન્ડી પણ સ્પર્ધકોને ગેમના નિયમો સમજાવ્યા હતાં. એન્ડી અને કામ્યાએ સંકેત આપ્યો હતો કે કરિશ્મા ડબલ ગેમ રમી રહી છે.

પ્રણિત, પુનીત અને પ્રિતમ બન્યા ચાહકોના મનપસંદઃ કામ્યા અને એન્ડીએ હાઉસમેટ્સને જણાવ્યું હતું કે પ્રણિત, પુનીત અને પ્રિતમ ચાહકોમાં ફેવરિટ બન્યા છે. ત્રણેય સ્પર્ધકોએ બેલેન્સમાં રહીને ગેમ રમી છે. પ્રણિત ભટ્ટ શરૂઆતમાં તીખા અંદાજમાં ગેમ રમતો હતો પરંતુ હવે તે સંભાળીને ગેમ રમી રહ્યો છે. તો પ્રિતમ અને પ્રણિત પણ તેની સાથે છે પરંતુ કામ્યા-એન્ડીએ પુનીતને ગર્ભિત ઈશારો કર્યો હતો કે તે અહીંયા સંબંધો ના નિભાવે.

શું કરિશ્મા બની ગઈ વિલનઃ કરિશ્મા પહેલાં જ દિવસથી ઘરમાં પોતાને બોસ માની રહી છે. કામ્યા અને એન્ડીએ પણ કરિશ્માને આ વાતને લઈને ખરી ખોટી સંભળાવી હતી. કામ્યા અને એન્ડીએ કરિશ્માને કહ્યું હતુ કે તેણે ગેમનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દાવ ઉલ્ટો પડ્યો અને ગૌતમ હિરો બની ગયો. સલમાને ત્યાં સુધી સંભળાવી દીધું કે ગૌતમ મજબૂત સ્પર્ધક હતો અને તેથી જ કરિશ્માએ ગેમ પ્લાન કર્યો હતો. પોતાની પોલ ખુલતા કરિશ્માના ચહેરા પર ગુસ્સો અને નારજગી જોવા મળી હતી. તો મિનીષા લાંબા પણ ગોસીપ ગર્લ બની રહી છે.

સોમવારે લાગશે જોરદાર ઝાટકોઃ આ વખતે અઠવાડિયાની શરૂઆતમાં જ નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. ઘરમાં ગૌતમ ટકી જતા કરિશ્માનો પ્લાન ચોપટ થઈ ગયો છે. તો મિનિષા પણ કરિશ્માથી ખુશ નથી. સોની સિંહ, ગૌતમ, પ્રિતમ અને પ્રણિત પહેલેથી જ કરિશ્માથી અંતર રાખી રહ્યાં છે.

પુનીત ઈસ્સારનો બિંદાસ ડાન્સઃ સુકીર્તિના એવિક્શ પર સલમાને પુનીતને 'કિક'ના ગીત 'જુમ્મે કી રાત' પર ડાન્સ કરવાનું કહ્યું હતું અને પુનીત તરત જ ઉભો થઈ ગયો હતો. ત્યારબાદ પુનીતે જબરજસ્ત ડાન્સ કરીને ચાહકોને ડોલાવી દીધા હતાં. પુનીતે અભિનેતા સલમાનના સ્ટેપ્સ કૉપી કરીને દર્શકોને હસાવી દીધા હતાં.
(આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ ઘરની હલચલ...)