તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'કિન્નર'નો રોલ કરવાથી ડરતી હતી 'છોટી બહુ', કહ્યું 'રિજેક્શનનો હતો ડર'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: ટીવીની 'છોટી બહુ' એટલે કે રૂબિના દિલૈક સીરિયલ 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ'માં કિન્નર(ટ્રાન્સજેન્ડર)નો રોલ કરી રહી છે. જી હાં, છોટી બહૂના નામથી ફેમસ રૂબિના દિલૈક સીરિયલમાં સૌમ્યાનો રોલ કરી રહી છે. જે એક કિન્નર છે. રૂબિનાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના કિન્નરના રોલ અંગે વાત કરી હતી.
લોકો સ્વીકારશે કે નહીં એ વિશે હતો ડર
-રૂબિનાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં મને આ રોલ અંગે ડર હતો કે લોકો તેને સ્વીકારશે કે નહીં. મને રિજેક્શનનો ડર હતો. જોકે, સાથે જ મને કોન્ફિડન્સ હતો અને આ જ કારણે મેં આ રોલ કરવાનું સ્વીકાર્યું. હું જાણું છું કે લોકો તમને માત્ર તમારા કેરેક્ટર પરથી જ જાણે છે તેમજ એક રોલ પરથી જ વખાણ કરવામાં આવે છે.
-તેણે વધુમાં કહ્યું કે આમ પણ કોઇ કેરેક્ટર કરવામાં ડર લાગતો હોય તો તેને કરવાની મજા વધુ આવે છે. મને લાગે છે કે ડર અને કામ કરવાની ખુશીથી આપણે હંમેશા સારૂ પર્ફોર્મન્સ આપીએ છીએ.
-રૂબિનાએ જણાવ્યું કે હું મેથડ એક્ટિંગ કરવામાં માનતી નથી. હું માત્ર એ માનું છું કે એક્ટર જેવી સ્થિતિ હોય તેવું રિએક્શન આપે છે.
રૂબિનાના આ રોલથી તેની મા હતી નારાજ
રૂબિના ભલે સીરિયલમાં પોતાના કિન્નરના રોલથી ખુશ હોય પણ તેની મા અને પરિવાર તેનાથી ખૂબ જ નારાજ છે. રૂબિનાના મતે, મારી મા સીરિયલમાં મારા રોલ વિશે જાણતી નહોતી. મેં પણ આ ટ્વિસ્ટ અંગે કોઈને જણાવ્યું નહોતું. પરંતુ જ્યારે એપિસોડ ઓન એર થયો ત્યારે આ એપિસોડ જોઈ માને આંચકો લાગ્યો હતો.
પડકાર છે કિન્નરનો રોલ કરવો
રૂબિનાના મતે, તે પહેલેથી જ આ પ્રકારના રોલની શોધમાં હતી. જે અત્યાર સુધી ટીવી પર જોવા ના મળ્યો હોય અથવા તો તેને ખૂબ જ ઓછા લોકોએ કર્યો હોય. તેના જણાવ્યાનુસાર એક ટ્રાન્સજેન્ડરનો રોલ કરવો ખરેખર પડકારજનક બાબત છે. શોની પ્રોડ્યુસર રશ્મિ શર્માના મતે, આ સીરિયલ માત્ર ડેઇલી સોપ જ નથી પરંતુ તેમાં એક સોશ્યિલ મેસેજ પણ છે. તેણે જણાવ્યું કે, કિન્નરને પણ સામાન્ય માણસની જેમ જિંદગી જીવવાનો અધિકાર છે.
આ એક્ટરને ડેટ કરી રહી છે રૂબિના
-રૂબિના દિલૈક એક્ટર અભિનવ શુક્લાને ડેટ કરી રહી છે. આ વાતનો સ્વીકાર રૂબિનાએ એક લિડિંગ ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. રૂબિનાએ કહ્યું હતું કે તેના સંબંધોની શરૂઆત થોડા મહિના પહેલાં જ થઇ છે.
-નોંધનીય છે કે અભિનવ તથા રૂબિના એકબીજાને ત્યારથી ઓળખે છે, જ્યારે બન્ને 'છોટી બહુ'માં સાથે કામ કરતા હતાં. અભિનવ પહેલા રૂબિના ટીવી એક્ટર અવિનાશ સચદેવને ડેટ કરતી હતી. બન્નેની મુલાકાત 'છોટી બહુ'ના સેટ પર થઇ હતી. જોકે ત્યારબાદ બન્ને અલગ પડ્યા હતાં.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, રૂબિના દિલૈકના અન્ય PHOTOS...
અન્ય સમાચારો પણ છે...