તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'કિન્નર વહુ'ની Love Story, આમ થઈ હતી BF સાથે પહેલી મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 'શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી'માં કિન્નર વહુ તરીકે લોકપ્રિય થયેલી રૂબિના દિલાઈકની રિયલ લાઈફ લવસ્ટોરી અલગ છે. તે રિયલ લાઈફમાં અભિનવ શુક્લાને ડેટ કરે છે. અભિનવ શુક્લા 'દિયા ઔર બાતી હમ'માં કામ કરતો હતો.

આ રીતે થઈ પહેલી મુલાકાતઃ
રૂબિના તથા અભિનવની પહેલી મુલાકાત ગણપતિ પૂજા દરમિયાન થઈ હતી. બંને કોમન ફ્રેન્ડના ઘરે યોજાયેલી પૂજામાં ગયા હતાં. એક ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું કે તે દિવસે રૂબિનાના સાડીમાં ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. સામાન્ય રીતે યુવતીઓ વેસ્ટર્ન લુકમાં વધુ જોવા મળે છે. તેને રૂબિના ગમી ગઈ. 

કેવી રીતે વાત આગળ વધીઃ
રૂબિનાએ કહ્યું હતું કે ફોટોશૂટથી તેમની વચ્ચે વાત થવાની શરૂઆત થઈ હતી. અભિનવે રૂબિનાની એક તસવીર પર કમેન્ટ કરી હતી અને પૂછ્યું હતું કે તે શૂટ કરવાની તક આપશે, રૂબિનાને નવાઈ લાગી હતી કે આ યુવક કોણ છે? પછી રૂબિનાને લાગ્યું કે આ એ જ યુવક છે, જેના સપનાઓ યુવતીઓ જોતી હોય છે. રૂબિનાએ પહેલ કરીને અભિનવ સાથેને સંબંધોની શરૂઆત કરી હતી. રૂબિનાએ કહ્યું હતું કે જે તમે વિચારો છો, જે તમે ઈમેજિન કરે છો, અભિનવ બિલકુલ એવો જ છે. હિરાની પરખ ઝવેરી કરી શકે છે. આથી જ તે પોતાનો હિરો ખોવા માંગતી નહોતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, લગ્ન અંગે અભિનવે શું કહ્યું....)
અન્ય સમાચારો પણ છે...