તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TV એક્ટ્રેસે કર્યા લગ્ન, સેરેમનીમાં બહેન રોશની સહિત આવ્યા અનેક મહેમાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ટીવી એક્ટ્રેસ અને રોશની ચોપરાની બહેન દિયાએ 27 નવેમ્બરના રોજ દિલ્હીમાં રિચી મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ વેડિંગ સેરેમનીમાં પતિ સાથે દિયાની બહેન રોશની ચોપરા, મોહિત સેહગલ અને સનાયા ઈરાની તથા બીજા અનેક મિત્રો સામેલ થયા હતા. આ દરમિયાન દિયાએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. લંડનના રિચી સાથે એપ્રિલમાં કરી હતી સગાઈ
દિયાનો પતિ લંડનનો છે અને તે માર્કેટિંગ લોન્જ પાર્ટનરશીપ સીઆરએમ એન્ડ લોયલ્ટીનો મેનેજિંગ ડિરેક્ટર છે. દિયા અને રિચીએ ગત એપ્રિલ માસમાં સગાઈ કરી હતી. રિચીએ દિયાને 10 એપ્રિલના રોજ અલગ રીતે જ પ્રપોઝ કર્યું હતું. તેણે દિયા માટે 500થી વધુ વ્હાઈટ રોઝિસ એરેન્જ કરવા સાથે તેના અત્યાર સુધીના મોમેન્ટ્સનું સ્ક્રેપ બુક બનાવી પ્રપોઝ કર્યું હતું.
કોણ છે દિયા ચોપરા
દિયાએ ટીવી જગતમાં 'લવ સ્ટોરી'માં ઝિલમીલના રોલથી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે 'ના આના લાડો ઈસ દેશ'(સોનાલી), 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'(અનુ) અને 'મિસિસ કૌશિક કી પાંચ બહુએ'(રિયા કૌશિક) જેવા અનેક ટીવી શોમાં કામ કર્યું છે.
આગળની સ્લાઈડ્સમાં દિયા ચોપરાના લગ્નની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...