'બિગ બોસ'ના ઘરમાં થયો આવો Sensual Dance, રણવીરે બંધ કરી બાનીની આંખો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ રણવીર સિંહ અને વાણી કપૂર રવિવારે 'બિગ બોસ'માં સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતાં. તેઓ 9 ડિસેમ્બરે રીલિઝ થનારી ફિલ્મ 'બેફિક્રે'ના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. બન્ને સ્ટાર્સે સલમાન સાથે સ્ટેજ પરથી તો ઓડિયન્સને એન્ટરટેઇન તો કર્યા જ હતા. આ સાથે જ તેઓએ ઘરની અંદર જઇને કન્ટેસ્ટન્ટ્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. તેમણે કન્ટેસ્ટન્ટ પાસે કેટલાક ટાસ્ક પણ કરાવ્યાં. આ દરમિયાન ઘરના કેટલાક સભ્યોએ ડાન્સ પણ કર્યો હતો.
જેસને પોલ ડાન્સ તો મોનાએ કર્યો હોટ ડાન્સ
રણવીર અને વાણીના કહેવાથી જેસન શાહ અને મોનાલિસાએ ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. જેસન આ દરમિયાન વાણી સામે પોલ ડાન્સ કરતા કરતા શર્ટ ઉતારતો જોવા મળ્યો હતો. તો મોનાલિસાએ જેસન સાથે હોટ ડાન્સ કરીને બધાને રોમાંચિત કર્યા હતાં. જેસન અને મોનાનો સેન્સ્યુઅલ ડાન્સ જોયા બાદ રણવીરે તેની પાસે બેસેલી બાનીની આંખો ઢાંકી દીધી હતી.
એલેના કઝાન થઇ બહાર
આ અઠવાડિયે ઘરના ચાર સભ્યો (વીજે બાની, રાહુલ દેવ, જેસન શાહ અને એલેના કઝાન) ઘરથી બહાર જવા માટે નોમિનેટ થયા હતાં. આખરે એક અઠવાડિયામાંજ વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ એલેનાને ઘરની બહાર જવું પડ્યું છે. તો મનુ પંજાબીની મોમના અવસાનના કારણે અચાનક જ શો છોડવો પડ્યો છે.
શનિવારે સ્વામી ઓમે ડાન્સ કર્યો હતો
શનીવારે ઓમ સ્વામીએ લોપામુદ્રા રાઉત સાથે ડાન્સ કર્યો હતો. જે એકદમ ફની હતો. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, શનીવાર અને રવિવારના એપિસોડના PHOTOS....
અન્ય સમાચારો પણ છે...