તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ કપૂરની ઓન સ્ક્રિન સાળી બની MOM, બીજા પતિની દીકરીને આપ્યો જન્મ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ આ વર્ષે ટીવી એક્ટ્રેસિસના ઘરે લક્ષ્મીજીઓ એટલે કે દીકરીઓનો જન્મ થઈ રહ્યા છે. કાંચી કૌલ, શ્વેતા સાલ્વે, હ્રિતુ દુદાણી અને રોશની ચોપરા બાદ 'બડે અચ્છે લગતે હૈ'માં રામ કપૂરની સાળી અને બાદમાં પત્નીના રોલમાં જોવા મળેલી ચાહત ખન્નાએ બીજા પતિની દીકરીને જન્મ આપ્યો છે. આવું રાખ્યું છે દીકરીનું નામ
ચાહતે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સાંતાક્રુઝની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દીકરીનો જન્મ આપ્યો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતા ચાહતના પતિ ફરહાન મિર્ઝાએ એક ડેઈલી સાથે વાતચીત કરતા જણાવ્યું કે,'' મા અને દીકરીની તબિયત સારી છે અને હું આ ખુશીથી એકદમ ભાવુક છું. અમે તેનું નામ ઝોહર મિર્ઝા પાડ્યું છે. તેનો અર્થ ઈશ્વરનો પ્રકાશ થાય છે. ''

ચાહતના છે બીજા લગ્ન
ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર 2006માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પણ તે શારીરિક ત્રાસ આપતો હોવાથી આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. બન્ને 2002થી સાથે હતા. આ સમયે ચાહત માત્ર 16 વર્ષની જ હતી. ત્યાર બાદ તેમણે ફેબ્રુઆરી 2013માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા.
આગળની સ્લાઈડ્સમાં ચાહત ખન્ના મિર્ઝાની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો