તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TV બન્યું બોલ્ડ, સીરિયલના સ્ટાર્સે કંઈક આમ કરી શૂટ કર્યો Love-Making સીન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ્સ બાદ હવે મહેશ ભટ્ટ નવો ટીવી શો 'નામકરણ' લઈને આવી રહ્યાં છે. આ શો 12 સપ્ટેમ્બરના રોજ દરરોજ રાતના નવ વાગે સ્ટારપ્લસ પર ટેલિકાસ્ટ થશે. આમાં લિડ એક્ટર્સની સિઝલિંગ કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળે છે.

નાનો પડદો પણ થયો બોલ્ડઃ
'નામકરણ'માં એક્ટ્રેસ બરખા બિશ્ત મેઈન રોલ કરે છે. તેના પ્રેમીનો રોલ વિરાફ પટેલ કરે છે. શોના નવા પ્રોમોમાં આ જોડી લવ-મેકિંગ કરતી જોવા મળી હતી. જેમાં આ બંને કિચન, ડાઈનિંગ ટેબલથી લઈને બેડરૂમમાં રોમાન્સ કરે છે. આ પ્રોમોના બેકગ્રાઉન્ડમાં અરિજીત સિંહના અવાજમાં 'આજ જાને કે જિદ ના કરો..' વાગે છે. બિગ સ્ક્રિન પર મહેશ ભટ્ટે બોલ્ડ કન્ટેન્ટ આપ્યું છે હવે તે સ્મોલ સ્ક્રિન પર પણ બોલ્ડનેસનો તડકો લગાવવા જઈ રહ્યાં છે. (પ્રોમો જોવા માટે કરો અહીં ક્લિક...)

એક શોમાં શૂટ થઈ પૂરી સિક્વન્સઃ
આ રોમેન્ટિક પ્રોમો શૂટ કરવો મેકર્સ માટે સહજ નહોતો. તેઓ કોઈ પણ જાતની વલ્ગારિટી વગર આને બતાવવા માંગતા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેકર્સ સીનમાં બરખા તથા વિરાફને ઈન્ટીમેટ થતા બતાવવા માંગતા હતાં. આ બંનેએ આ મુશ્કેલ સીનને ઘણો જ ગ્રેસફૂલ નિભાવ્યો હતો. આ લવ-મેકિંગ સીનને એક જ શોટમાં શૂટ કરવામાં આવી હતી. સીનમાં બંનેની કેમેસ્ટ્રી કમાલની જોવા મળી હતી. સેટ પર પણ બધાએ આ બંનેના પર્ફોમન્સના વખાણ કર્યાં હતાં.

'દિયા ઔર બાતી હમ'ને કરશે રિપ્લેસઃ
ઓગસ્ટ 2011માં શરૂ થયેલી ટીવી સીરિયલ 'દિયા ઔર બાતી હમ' ઓફ-એર થાય છે. આ શોને જગ્યાએ 'નામકરણ' આવશે. કહેવાય છે કે આ સીરિયલની વાર્તા મહેશ ભટ્ટની કોન્ટ્રોવર્શિયલ લાઈફ પર છે. મહેશ ભટ્ટે કહ્યું હતું કે ફિલ્મ 'ઝખ્મ' જ્યાં પુરું થાય છે, આ સીરિયલ ત્યાંથી શરૂ થાય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'નામકરણ'ના રોમેન્ટિક પ્રોમોની ઝલક તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો