મુંબઇઃ નવજોત સિંહ સિદ્ધુ રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં છે. એવી પણ અટકળો છે કે તેઓ ભાજપને છોડવાના છે. જોકે તેમના તરફથી હજી સુધી કોઇ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધુ માત્ર ભાજપ સાથે જ છેડો ફાડવા ઉપરાંત કપિલ શર્માના શોમાંથી પણ વિદાય લઇ શકે છે.
છોડી શકે છે 'ધ કપિલ શર્મા શો'
-સૂત્રોના જણાવ્યા મુજબ સંસદસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે નવજોત સિંહ સિદ્ધુએ 'ધ કપિલ શર્મા' શો પણ છોડવાની તૈયારી કરી છે.
-નોંધનીય છે કે જ્યારથી ત્રણ વર્ષ પહેલા આ શો તેના મૂળ ફોર્મેટમાં શરૂ થયો છે ત્યારથી જ ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ આ શોનો ભાગ રહ્યા છે.
-ચેનલના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, " સિદ્ધુ પાજી પર અત્યારે શો છોડવાનું પ્રેશર છે. અમે સાંભળ્યું છે કે તેઓ ભાજપને છોડીને આપમાં જવાના છે. અમે એ પણ સાંભળ્યું છે કે તેઓ હવે તેમની ઇમેજ બદલવા માંગે છે. જેથી તેઓ કોમેડી શોમાં કામ કરવાનું બંધ કરશે."
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, અન્ય Photos…