• Gujarati News
  • Narendra Modi Compares Rahul Gandhi’s Remarks To Kapil Sharma’s Comedy

નરેન્દ્ર મોદીની ટિપ્પણીને લઈને કપિલ શર્માએ આપ્યો આ જવાબ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપિલ શર્માની સફળતા દિવસે દિવસે વધતી જાય છે. તાજેતરમાં જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના ભાષણની તુલના કપિલ શર્માની કોમેડી સાથે કરી છે.
મોદીએ ટ્વિટ કરી હતી કે રાહુલબાબા જે રીતે નિવેદનો આપીને કોમેડી કરે છે, તે જોતા લાગે છે કે તેઓ કપિલ શર્માના ટીવી શોનું સ્થાન લઈ શકે તેમ છે.
વડાપ્રધાન પદના ઉમેદવારે કપિલ શર્માને લઈને આ રીતે ટિપ્પણી કરી તે વાતને લઈને કોમેડીયન ઘણો જ નવાઈમાં મૂકાઈ ગયો છે. તેણે કહ્યુ હતુ કે તેને ખ્યાલ નથી કે તે મોદીની આ કમેન્ટને કોમ્પલિમેન્ટ તરીકે લે કે ના લે. પણ તે તો આ વાતને કોમ્પલિમેન્ટ તરીકે જ લેવાનો છે. એક રાજકારણી તરીકે તેઓ મારો શો જુએ છે અને તેમાં આવતી હ્યુમરને ધ્યાનમાં લે છે. તેને આશા છે કે મોદી તેનો શો જોતા હશે.
કપિલ શર્માએ પોતાના શોમાં આ ચૂંટણીના માહોલમાં એક રાજકારણીને બોલાવ્યા હતા પરંતુ કેટલાંક કારણોસર તે આવી શક્યા નહોતાં.
કપિલ શર્માએ કહ્યુ હતુ કે આ વાત તેના માટે ઘણી જ મહત્વની છે અને તે કલાકારો, રાજકારણીઓ અને આમ જનતાને હસાવી શકે છે. તેના માટે આ સામાજિક સેવા છે. તે પોતાના રાજકારણમાં આવેલા મિત્રોને સપોર્ટ કરે છે પરંતુ તે ક્યારેય સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં.
(આગળની તસવીરોમાં જુઓ શોમાં આવેલા સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સેહવાગ....)