તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘નાગિન 3’ નહીં આ પ્રોજેક્ટ માટે મૌની રોય અને એક્તા કપૂર કરશે ટીમઅપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : મૌની રોય અને એક્તા કપૂર ફરીથી રિયૂનાઈટ થઈ રહ્યાં છે. પરંતુ આ વખતે ‘નાગિન’ના ત્રીજી સિઝન માટે નહીં, પરંતુ એક વેબ સીરિઝ માટે ટીમઅપ કરી રહ્યાં છે. ALT Balajiની અપકમિંગ વેબ સીરિઝની સાથે મૌની ડિઝિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. એક લીડિંગ ડેઈલી પ્રમાણે મૌનીને સીરિઝનો આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો છે. માટે તેણે તરત જ તેની માટે હાં પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે મૌની હાલ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ના શૂટિંગમાં બિઝી છે. આ મૌની પહેલી બોલિવૂડ ફિલ્મ છે, જે 1948 લંડન ઓલમ્પિક પર બેઝ્ડ છે. જેમાં જણાવ્યું છ કે સ્વતંત્રતા પછી કેવી રીતે ઈન્ડિયાએ હોકીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અક્ષય-મૌનીની સાથે અમિત સાઘ અને કૃણાલ કપૂરનો પણ ફિલ્મમાં મહત્વનો રોલ છે. આ ફિલ્મ ઉપરાંત મૌની, રણબિર કપૂરની ‘બ્રહ્મસ્ત્ર’માં પણ જોવા મળવાની છે.

અન્ય સમાચારો પણ છે...