• Gujarati News
  • See The Pictures Of Jethalal Aka Dilip Joshi 's Real Life Dayaben

B'day: 47ના થયા 'જેઠાલાલ', આ છે તેનું Real Family

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર:ડાબેથી પત્ની જયમાલા જોશી,પુત્રી નિયતિ અને પુત્ર ઋત્વિક સાથે દિલીપ જોશી)
મુંબઈ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી 47 વર્ષનો થઈ ગયો છે.તેમનો જન્મ 26 મે 1968ના રોજ પોરબંદરમાં થયો હતો. શોમાં તેની અને દયાબહેન ઉર્ફે દીશા વાકાણીની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ હસાવે છે.
વાસ્તવમાં તો દિલીપ જોશી પરણિત છે અને તેની પત્નીનું નામ જયમાલા જોશી છે. જયમાલા અને દિલીપને નિયતિ નામની પુત્રી અને ઋત્વિક નામનો પુત્ર છે.
ટીવી જ નહીં, ફિલ્મ્સમાં પણ કર્યું છે કામ
આજે લોકો દિલીપ જોશીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ તરીકે ઓળખે છે પણ તેમણે 'મૈને પ્યાર કિયા'(1989),' હમ આપકે હૈ કૌન'(1998),' ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની '(2000) ,'હમરાઝ'(2002) અને 'ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચુક્યા છે.
મહત્વપૂર્ણ ટીવી સીરિયલ્સ
ગલતનામા(1994), 'દાલ મેં કાલા'(1998), 'હમ સબ એક હૈ'(1998-2001), 'હમ સબ બારાતી' (2004), 'FIR (2008) અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(2008- ચાલુ).
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના Familyની તસવીરો જોવા આગળ ક્લિક કરો