તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Real life માં આવો છે 'ભાભી જી ઘર પર હૈં'નો હપ્પુ સિંહ, નથી મોટી ફાંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ કોમેડી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈં'માં પોલીસ બનતા હપ્પુ સિંહને ચાહકો સારી રીતે ઓળખે છે. સીરિયલમાં હપ્પુ સિંહ પોતાના જોક્સથી ચાહકોને હસાવે છે. જોકે, આજે અમે તમને હપ્પુ સિંહની રિયલ લાઈફ અંગેની માહિતી આપીશું. હપ્પુ સિંહનું સાચું નામ યોગેશ ત્રિપાઠી છે અને વાસ્તવમાં તેને મોટી ફાંદ પણ નથી.

પુત્ર પણ કહે છે હપ્પુ સિંહઃ
યોગેશ ત્રિપાઠીએ કહ્યું હતં કે વાસ્તવિક જીવનમાં તેની હપ્પુ સિંહ જેવી ફાંદ નથી. આટલું જ નહીં સીરિયલમાં તેના 9-9 બાળકો હોય છે અને પત્ની પ્રેગનન્ટ બતાવવામાં આવી છે. જોકે, અસલ જીવનમાં તેને એક જ પુત્ર છે અને પત્ની સપના પ્રેગનન્ટ પણ નથી. ઘણીવાર તેનો પુત્ર તેને હપ્પુ સિંહ કહીને બોલાવે છે.

ઝાંસીનો છે યોગેશ ત્રિપાઠીઃ
યોગેશ સાંઈબાબાનો મોટો ભક્ત છે. તે પોતાના ફેસબુક પર અવાર-નવાર સાંઈબાબાની તસવીરો શૅર કરતો હોય છે. યોગેશ ત્રિપાઠી યુપીમાં ઝાંસીમાં રહે છે. આ પહેલાં યોગેશ ત્રિપાઠીએ 'એફઆઈઆર'માં કામ કર્યું હતું અને અંદાજે 47 જાહેરાતોમાં ચમક્યો છે.

જોઈને ચમકી જાય છે લોકોઃ
હપ્પુ સિંહે કહ્યું હતું કે વાસ્તવિક જીવનમાં તેને જોઈને લોકો ચમકી જાય છે. રિયલ લાઈફમાં ભાગ્યે જ લોકોને ખ્યાલ આવે છે કે તે હપ્પુ સિંહનો રોલ કરે છે. ના તો તેને મૂંછો છે, ના વાળ ના તો મોટી ફાંદ. લોકો એમ કહે છે કે તે વાસ્તવમાં ઘણો જ સ્માર્ટ દેખાય છે. તો શોમાં કેમ આવો દેખાય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, હપ્પુ સિંહની રિયલ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...