તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેની સાથે કામ કર્યું, તે જ વ્યક્તિએ 'સંસ્કારી વહુ' અક્ષરાની ઉડાવી મજાક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'બિગ બોસ 11'માં હિના ખાન એટલે કે 'અક્ષરા'ને ઘરની બહાર ભાગ્યે જ કોઈ સેલેબ્સ પસંદ કરે છે. હિનાના નિવેદનોથી હેરાન-પરેશાન થયેલા ટીવી સેલેબ્સે તેની વિરૂદ્ધ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. 


મનવીરે કહી આ વાતઃ
'બિગ બોસ'ની સિઝન 10નો વિજેતા મનવીર ગુર્જરે હિના ખાન સાથે 'ખતરો કે ખિલાડી'માં સાથે કામ કર્યું હતું. આ શોમાં બંને વચ્ચે સારું બોન્ડિંગ હતું. જોકે, 'બિગ બોસ'ના ઘરમાં હિના ખાનની બકવાસ સાંભળીને મનવીરે પણ તેની મજાક ઉડાવી હતી. 


આ સેલેબ્સે પણ કરી ટીકાઃ
કરન પટેલ, ગૌહર ખાન, કામ્યા પંજાબી તથા વિંદુ દારા સિંહે પણ હિના ખાનને લઈને ટિપ્પણી કરી હતી. 


ફૅન ફોલોઈંગમાં થયો ઘટાડોઃ
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં અક્ષરાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી હિના ખાનના સીરિયલ દરમિયાન બહોળો ચાહકવર્ગ હતો. જોકે, 'બિગ બોસ'ના ઘરમાં હિના ખાનની નેગેટિવ પબ્લિસિટીને કારણે તેના ચાહકોમાં ઘણો જ મોટો ઘટાડો થયો છે. 


(જુઓ, 'બિગ બોસ'ના ઘરમાં હિના ખાનની ખાસ તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...