• Gujarati News
  • Know The Real Avatars Of Lord Krishnas Of Television Shows

ઋષિકેશમાં રહે છે ટીવીના આ જાણીતા કૃષ્ણા, જાણો બીજાના હાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ સર્વદમાન બેનર્જી)
મુંબઈઃ ટીવી પર આપણે ઘણાં સ્ટાર્સને શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવતા જોયા છે. રીલ લાઈફના આ શ્રીકૃષ્ણ રિયલ લાઈફમાં ભક્તિભાવથી ક્રિષ્નાની ભક્તિ કરતા થઈ ગયા છે. રામાનંદ સાગરની 'કૃષ્ણા' સીરિયલથી લોકપ્રિય બનેલા સર્વદમાન ડી બેનર્જી હાલમાં ઋષિકેશમાં રહે છે. અહીંયા તે એક એનજીઓની પંખઃ ધ ક્રિએટિવ સ્કૂલ ચલાવે છે. કૃષ્ણા બનેલા કલાકારોની અંગત જીવન ઘણી જ રસપ્રદ છે. કેટલાંક સ્ટાર્સને ફૂટબોલ પસંદ છે તો કેટલાંક સાંસદ રહી ચૂક્યા છે.

ટીવી પર કૃષ્ણના પાત્રોની સાથે સાથે ટેકનિકમાં પણ ફેરફાર આવ્યો છે. રામનંદના કૃષ્ણા હોય કે તાજેતરમાં જ આવતી સીરિયલ 'મહાભારત'ના કૃષ્ણ. બંનેમાં આસમાન જમીનનું અંતર ટેકનિકને કારણે આવી ગયું છે.

કૃષ્ણ બનેલા નીતિશ ભારદ્વાજ અસલ જીવનમાં વેટનરી ડોક્ટર છે. તો સ્વપ્નિલ જોષી ક્વોલિફાઈડ વકીલ છે. સૌરભ જૈન ફૂટબોલનો દિવાનો છે. સૌરભ 'મહાભારત'માં કૃષ્ણ બન્યો હતો.

ચાલો, આજે નજર કરીએ રિલ લાઈફના આ કૃષ્ણ વાસ્તવિક જીવનમાં શું કરી રહ્યાં છે.....